મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સ્કૂલ બસના ડ્રાઈવરને કોર્ટે ફટકારી ત્રણ વર્ષની સજા


SHARE







મોરબીમાં સ્કૂલ બસના ડ્રાઈવરને કોર્ટે ફટકારી ત્રણ વર્ષની સજા

ચોમાસામાં મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં કોઝવેમાં પાણી ભરાય છે તેવી જ રીતે ચોમાસામાં કોઝવેમાં પાણી ભરેલ હતું ત્યારે ખાનગી સ્કૂલ બસને પાણીમાં ઉતારી હતી જેથી કરીને ૩૦ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા હતા જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે બસના ડ્રાઈવરને ત્રણ વર્ષની સજા ફટકારી છે

આ કેસની માહિતી આપતા સરકારી વકીલ સંજયભાઈ દવેએ જણાવ્યુ હતુ કે, મોરબીની નીલકંઠ વિદ્યાલયની સ્કૂલ બસના ચલાવતા માળીયા મિયાણા તાલુકાનાં દેવગઢ ગામે રહેતા ડ્રાઇવર લાખાભાઈ રામાભાઈ બોરીચાએ વર્ષ ૨૦૧૭ ના જુલાઈ માસમાં કુંતસી રાજપર નજીક કોઝવેમાં પાણી ભરેલું હતું તો પણ બસને જોખમી રીતે ત્યાં પાણીમાં ઉતારી હતી અને બસ કોઝવેમાં ફસાઈ હતી ત્યારે સ્કૂલના ૩૦ વિદ્યાર્થીઓ તેમાં બેઠા હતા અને તેના જીવ જોખમમાં મુકાયા હતા જે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને માળીયા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો અને તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલના પુરાવાઓ અને દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપી ડ્રાઇવર લાખાભાઈ રામાભાઈ બોરીચાને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે






Latest News