રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના સાંસદ વિનોદ ચાવડાના હાથે કાલે છેવાડાના વિસ્તારોમાં પાણીની લાઈન નાંખવાનું ખાતમુહૂર્ત


SHARE









મોરબીના સાંસદ વિનોદ ચાવડાના હાથે કાલે છેવાડાના વિસ્તારોમાં પાણીની લાઈન નાંખવાનું ખાતમુહૂર્ત

મોરબી પાલિકા દ્વારા વાડી વિસ્તારમાં લોકોને પાણી મળે તેના માટે જે કામ મંજૂર કરવામાં આવ્યું છે તે કામનું ખાતમુહૂર્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે આ પાણીની પાઇપ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે ત્યારે ધારાસભ્યો સહિતના આગેવાનો હાજર રહેશે.

મોરબી શહેરના વાડી વિસ્તાર અને છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીની લાઇન પઠારવાનું આયોજન કરવામાં આવ્યું છે અને વોર્ડ નંબર-૧૦ રાતડીયાની વાડી રામજી મંદિરની બાજુમાં મોમ્સ હોટલની પાછળ શનાળા રોડ મોરબી ખાતે સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પીવાના પાણીની અંદાજે ૯.૫૬ કરોડના ખર્ચે પાઇપ લાઇન પાથરવાની છે તે કામોનું ખાતમુહૂર્ત સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવશે ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા, પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયા, ભાજપ અગ્રણી લાખાભાઈ જારીયા, રિશીપભાઈ કૈલા, ભાવેશભાઈ કંઝારીયા સહિતના ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહેશે.




Latest News