માળીયાના વવાણીયા ગામેથી દર્દીઓને વિનામુલ્યે ભાડેથી સાધનો આપવાનું શરૂ
હળવદના સુખપર અને કવાડિયા ગામ વચ્ચે અકસ્માત સર્જનાર એસટી બસના ચાલક સામે ગુનો નોંધાયો
SHARE
હળવદના સુખપર અને કવાડિયા ગામ વચ્ચે અકસ્માત સર્જનાર એસટી બસના ચાલક સામે ગુનો નોંધાયો
હળવદના સુખપર અને કવાડિયા ગામની વચ્ચે એસટી બસના ચાલકે ટ્રકની પાછળના ભાગે બસને અથડાવી હતી જેથી કરીને અકસ્માત થયો હતો. જેમાં બસમાં બેઠેલા સાત મુસાફરોને તેમજ ટ્રકના ડ્રાઈવરને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની જાણ હળવદ તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે ટ્રક ડ્રાઈવરની ફરિયાદ લઈને બસના ચાલકની સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ હળવદના સુખપર અને કવાડિયા ગામ વચ્ચે ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બસમાં બેઠેલા ડ્રાઈવર અને મુસાફરોમાંથી કુલ મળીને સાત વ્યક્તિને ઇજા થઈ હતી જેમાં બસના ડ્રાઇવર ઈશ્વરભાઈ રામશીભાઈ (૩૫), ઈમ્તિયાઝ હુસેન અબ્દુભાઈ મન્સૂરી (૩૫), પ્રવિણભાઇ સેધાભાઈ (૪૫), સરીફાબેન ગફુરભાઈ (૫૧), કોકીલાબેન શંકરભાઈ (૬૫), આકાશભાઈ ઉત્તમભાઈ (૩૦) અને ગફુરભાઈ વલીમોમદભાઈ (૫૬)નો સમાવેશ થાય છે આ બનાવ સંદર્ભે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશને નાની કઠેચી ગામે રહેતા ઇશ્વરભાઇ રામસિંગભાઇ કાણોતરા જાતે પઢાર (૪૫)એ હાલમાં એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૮૬૧૧ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
દેશી દારૂ
હળવદ તાલુકાના જુના સુંદરગઢ ગામની સીમમાં બ્રહ્મણી નદીના કાંઠે બાવળની જાળીઓમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ચારસો લીટર આથો મળી આવ્યો હતો અને ૬૦ લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હોય પોલીસે ૧૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે આ દેશી દારૂની ભઠ્ઠી લાલાભાઇ રઘુભાઈ ચરમારી રહે. નવા સુંદરગઢ ગામ વાળાની હોવાનું સામે આવ્યું હતું અને તે ત્યાં હાજર ન હોવાથી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બીયરના ટીન
માળીયા મીયાણા તાલુકાના રાયસંગપર ગામના પાટીયા પાસે બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી બીયરના બે ટીન મળી આવ્યા હતા જેથી ૨૦૦ રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સંજયભાઈ જેઠાભાઈ પનારા જાતે કોળી (૨૬) રહે. શિવ પાર્ક સોસાયટી પીપળી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મળી આવેલ બિયરના ટીન તે કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરેલ છે
દેશી દારૂ
વાંકાનેર તાલુકાના ખીજડીયા રાજ ગામની દિવેલીયા તરીકે ઓળખાતી સીમમાં નદીના કાંઠે દારૂની ભઠ્ઠી ચાલુ હોવાનું બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૬૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૨૦૦ રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને આ દેશી દારૂ બનાવવા માટેનો આથો નિલેશભાઈ રવજીભાઈ સોલંકી જાતે કોળી (૩૦) રહે. ખીજડીયા રાજ વાળાનો હોવાનું સામે આવતા પોલીસે તેને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે