રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બે હજારની નોટ લેવાની ના પડે તેની સામે રાજદ્રોહનો ગુન્હો દાખલ કરો: લાલજીભાઈ મહેતા


SHARE









મોરબી જીલ્લામાં બે હજારની નોટ લેવાની ના પડે તેની સામે રાજદ્રોહનો ગુન્હો દાખલ કરો: લાલજીભાઈ મહેતા

પ્રજા પાસેથી રૂપીયા બે હજારની નોટ જે વ્યકિત, સંસ્થા કે અન્ય એજન્સી સ્વિકારવાની ના પાડી હોય તેની સામે રાજદ્રોહનો ગુન્હો નોંધવાની માંગ કરવામાં આવી છે અને આ મુદે મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જીલ્લા પોલીસ વડાને પત્ર લખીને સરકારનો આદેશ હોવા છતાં બે હજારની ચલણી નોટ લેવાની ના પાડનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરેલ છે

ભારતીય રીઝર્વ બેન્કે રૂપીયા બે હજારની નોટ ચલણમાંથી નાબુદ કરેલ નથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી વ્યવહારમાં ચાલૂ રહેશે અને ગ્રાહકને કોઈપણ જાતની ઓળખ આપ્યા વગર બેન્કો બદલી આપશે તેવી કેન્દ્ર સરકારે જાહેરાત કરેલ હોવા છતાં પેટ્રોલ પમ્પ, ફાયનાન્સ કંપની, હોટલ, લોજ કે અન્ય નાના મોટા વ્યાપારીઓ બે હજારની નોટ લેવાની જાહેર જનતાને ના પાડી રહયા છે જે ગેરવ્યાજબી છે. રાષ્ટ્રનું ચલણ લેવાની ના પાડનાર વ્યકિત સામે રાષ્ટ્રદોહનો ગુન્હો બનેછે. જો અત્યારથી વ્યાપારીઓ, વ્યાપારી સંસ્થાઓ કે અન્ય કોઈપણ બે હજાર ની નોટ લેવાની ના પાડશે તો સમાજમાં ગભરાટ ફેલાશે અને તણાવ વધશે અને નોટબંધીના સમયે બેન્કોમાં જેમ લાઈન લાગતી હતી તેવી સ્થિીતીનું ઉભી થશે.

રીઝર્વ બેન્ક કહે છે કે ૨૦૦૦ની નોટ ચલણમાં ચાલુ છે તેમ છતાં તેને લેવાની ના પાડવામાં આવી રહેલ છે તો આવા તત્વો સામે કોઈપણ ગ્રાહકાની ફરીયાદ આવે તો ૨૦૦૦ની નોટ સ્વિકારવાની ના પાડનાર સામે રાષ્ટ્રદોહનો ગુન્હો દાખલ કરવા મોરબી જિલ્લાના પોલીસ વડાને લાલજીભાઈ મહેતા દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે વધુમાં તેમણે જણાવ્યુ છે કે, તમામ પેટ્રોલ પમ્પ, ફાયનાન્સ કંપનીઓ તેમજ અન્ય તમામ વ્યાપારી સંસ્થાઓમાં આ બાબતે તપાસ કરવામાં આવે તે પણ જરૂરી છે જેથી કરીને આ અંગેની ઓઈલ કંપનીઓ અને પુરવઠા વિભાગમાં પણ જાણ કરવામાં આવી છે અને તેના અધિકારીઓ દ્વારા જરૂરી સૂચના આપીને કડક પગલા ભરવામાં આવે તેવી પણ માગ કરેલ છે




Latest News