રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટ લેતા ઇજા પામેલ દંપતી સારવારમાં


SHARE









મોરબીના લક્ષ્મીનગર પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટ લેતા ઇજા પામેલ દંપતી સારવારમાં

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટ લેતા દંપતીને ઈજા થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ટિંબડી ગામે રહેતા હકુ મનજીભાઈ માલણીયાદ (૫૩) પોતાના પત્ની જોસત્સનાબેન હકુભાઈ માલણીયા (૫૦)ને પોતાના બાઈકમાં બેસાડીને મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઉદય વે બ્રિજ પાસે કાર ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી દંપતીને ઈજા થઈ હોવાથી તે બંનેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતમાં ઈજા પામેલ દંપતિને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતના બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ, બારીરૈયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના પીપળી ગામે રહેતા વિક્રમભાઈ રવિચંદ (૨૦) નામના યુવાનને મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામના બસ સ્ટેશન પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં યુવાનને સારવાર આપવામાં આવ્યા બાદ અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવવાની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ન્યારાના પેટ્રોલ પંપની પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં દાગો (૩૫) રહે. ડુંગરપુર વાડી વિસ્તાર વાળાને ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તે યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે




Latest News