મોરબી જીઆઇડીસી પાસે નવ બોટલ દારૂ સાથે બે પકડાયા વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ડમ્પર ચલાવવા બાબતે યુવાનને માર મારનાર તેના ભાગીદાર અને ભાગીદારના પિતાની ધરપકડ


SHARE







મોરબીમાં ડમ્પર ચલાવવા બાબતે યુવાનને માર મારનાર તેના ભાગીદાર અને ભાગીદારના પિતાની ધરપકડ

મોરબી નજીકના પીપળી ગામે ઇન્ડિયન ઓઇલ પંપની સામેના ભાગમાં યુવાનને ટ્રક ડમ્પર ચલાવવા બાબતે તેના ભાગીદાર તથા ભાગીદારના પિતાએ બેફામ ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં આવેલ આંબેડકરનગર કોલોનીમાં રહેતા છગનભાઈ રઘુભાઈ પરમાર (૪૫)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સંજયભાઈ વિનુભાઈ રાઠોડ તથા વિનુભાઈ રાઠોડ રહે. બંને શિવ પાર્ક મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, પીપળી ગામની સીમમાં ઇન્ડિયન ઓઇલ કંપનીના પંપની સામેના ભાગમાં તેના ભાગીદાર સંજય વિનુભાઈ રાઠોડ તથા ભાગીદારના પિતા વિનુભાઈ રાઠોડ દ્વારા તેની સાથે બોલાચાલી કરવામાં આવી હતી તેમજ ગાળો આપીને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને ફરિયાદી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી યુવાન દ્વારા સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે સંજયભાઈ વિનુભાઈ રાઠોડ (૩૦) તથા વિનુભાઈ માલુભાઈ રાઠોડ (૫૫) રહે. બંને શિવ પાર્ક મોરબી વાળાની ધરપકડ કરેલ છે

પતિએ માર મારતા પત્ની સારવારમાં

હળવદ તાલુકાના વાટાવદર ગામે રહેતી સોનલબેન પુનાભાઈ જોગિયાણી (૧૮) નામની યુવતીને તેના પતિએ માર મારતા તેને ઇજા થઈ હતી જેથી તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવવાની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે, બનાવ હળવદ તાલુકા પોલીસનો હોવાથી તે અંગેની જાણ હળવદ પોલીસને કરવામાં આવેલ છે

મારામારીમાં ઇજા

મોરબી નજીકના ટિંબડી ગામના પાટીયા પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સંગ્રામભાઈ નરસિંહભાઈ વાઘેલા (૩૫) રહે. રામપર નસીતપર ટંકારા અને કાસમભાઈ ચાડમિયા (૫૦) રહે. ખીજડીયા તાલુકો ટંકારા વાળાને ઈજા થઈ હતી જેથી કરીને ઈજાગ્રસ્ત હાલતમાં તે બંનેને સારવાર માટે હોસ્પિટલમાં આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલ મારફતે મારામારીના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ફડસર ગામ પાસે આવેલ સતી માતાના મંદિર પાસેથી બાઈક લઈને રાજપર કુંતાસી ગામે રહેતા વિનેશભાઈ દેવજીભાઈ ગડાયા (૩૪) પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતનો બનાવ બન્યો હતો અને બાઈક ઉપરથી તે નીચે પડી ગયા હતા જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News