મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત મોરબી સબ જેલમાં જડતીમાં જતી સ્થાનિક પોલીસને કશું મળતું નથી !, આજે જડતી સ્કવોર્ડ જેલરની ટીમે બે મોબાઈલ ફોન શોધી કાઢ્યા, તપાસનો ધમધમાટ  હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો મોરબીના કોયલી ગામે યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હાજર રહ્યા: 23 નવદંપત્તિને પ્રભુતામાં ડગ માંડ્યા
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપર રોંગ સાઇડમાં આવેલ ટ્રકે બે બાઇકને ઉડાવતા વાહન અકસ્માતમાં એકનું મોત : બે સારવારમાં


SHARE













મોરબીના જેતપર રોડ ઉપર રોંગ સાઇડમાં આવેલ ટ્રકે બે બાઇકને ઉડાવતા વાહન અકસ્માતમાં એકનું મોત : બે સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામની સીમમાં આવેલ સિરામીક યુનિટના સામેના ભાગે ગઇકાલે બપોરના સમયે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં ઓવરટેક કરવા જતા ટ્રકના ચાલકે રોંગ સાઇડમાં જઇને સામેથી આવતા બે બાઈકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માત બનાવમાં એક યુવાનનું મોત નિપજયુ હતુ.જ્યારે બે ને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. બાદમાં ઇજાગ્રસ્ત યુવાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ તાલુકા પોલીસે ટ્રક ચાલકને પકડીને આગળની તપાસ હાથ ધરી છે.

ઉપરોક્ત વાહન અકસ્માત અંગે મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગઈકાલના બપોરના દરેક વાગ્યાના અરસામાં મોરબીના જેતપર રોડ ઉપર બેલા (રંગપર) ગામ નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમા ત્યાં આવેલ એન્સ્કવેર શોરૂમ નામના શોરૂમની પાસે સર્જાયેલ વાહન અકસ્માતમાં ઓવરટેક કરી રહેલા ટ્રક નંબર જીજે ૧૨ ઝેડ ૩૭૯૨ ના ચાલક દીપુકુમાર વિંદેશ્વરી રાય જાતે રાય (ઉમર ૨૧) ધંધો ડ્રાઇવિંગ રહે.બીસાહી મસ્તી ચોક સારન બિહાર વાળાએ સામેથી આવી રહેલા બે બાઈકને હડફેટે લીધા હતા જેથી કુલ ત્રણ યુવાનોને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા.જેમાં અજય રાયચંદ જાટ (ઉમર ૨૮) રહે.અંબુજા સિરામિક પાવડીયારી જેતપર રોડ મોરબી, અશોકકુમાર ધનેશ્વર ગુપ્તા (ઉમર ૫૦) મૂળ રહે.ઝારખંડ હાલ રહે.ઘુંટુ તા.જી.મોરબી અને વસીમ ઓસમાણ નાારેજા જાતે સંધિ (ઉમર ૨૭) રહે.બેલા (રંગપર) તા.મોરબી વાળાઓને ઇજા પહોંચતા પ્રથમ સિવિલ હોસ્પિટલે અને બાદમાં સમર્પણ તેમજ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા અને રાઈટર દ્વારા તપાસના કરવામાં આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે ઉપરોક્ત અકસ્માતમાં ત્રણ પૈકીના અશોકકુમાર ધનેશ્વર ગુપ્તા (ઉમર ૫૦) હાલ રહે.ઘુંટુ તા.મોરબી મૂળ રહે.ઝારખંડ વાળાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજયુ હતું.

બાદમાં તાલુકા પીએસઆઇ જેઠવા તથા મનીષભાઈ બારૈયાએ હોસ્પિટલ ખાતે જઈને ઇજાગ્રસ્તની ફરિયાદ લેતા હાલમાં વસીમ ઓસમાણ નારેજા જાતે સંધી (૨૭) રહે.બેલા (રંગપર) તા.મોરબી વાળાએ ટ્રક નંબર જીજે ૧૨ ઝેડ ૩૭૯૨ ના ચાલક દીપુકુમાર વિંદેશ્વરી રાય (૨૧) રહે.બિહાર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ઓવરટેક કરતા સમયે સામે અન્ય વાહન આવી જતા ટ્રક ચાલક દીપુકુમાર વિંદેશ્વરી રાયએ રોંગ સાઈડમાં પોતાનો ટ્રક ચલાવ્યો હતો જેથી સામેથી આવી રહેલા તેઓના બે બાઇકને ટ્રક ચાલક દીપુકુમારે હડફેટે લીધા હતા જેમાં પોતાના સહીત ત્રણને ઇજા પહોડચી હતી અને તે પૈકીના અશોકકુમાર ધનેશ્વર ગુપ્તા નામના ૫૦ વર્ષના મૂળ ઝારખંડના આધેડનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતું અને અજય જાટ તેમજ પોતાને ઇજાઓ પહોંચી હતી.હાલ વસીમ નારેજાની ઉપરોક્ત ફરિયાદ આધારે તાલુકા પોલીસે દીપુકુમાર રાયની ઉપરોક્ત અકસ્માત બનાવમાં ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News