મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી મોરબી જિલ્લામાં વીજપોલ-લાઇનના વળતર માટે એમઆરસીની રચના કરવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ રાજ્યભરમાં ટંકારા તાલુકો ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં મોખરે: જીલ્લામાં ખેડૂતોને ૨૦ કરોડથી વધુ રકમ ચૂકવાઈ ખેડૂતોના પરિશ્રમને મળ્યા પોષણક્ષમ ભાવ: ઘઉંની ટેકાના ભાવે ખરીદીમાં રાજ્યના તમામ તાલુકાઓમાં મોરબીનો ટંકારા તાલુકો ૬૧,૯૪૯ ક્વિન્ટલ સાથે પ્રથમ ક્રમે
Breaking news
Morbi Today

મવડાને સ્થગિત કરાવનારોએ મોરબીના વિકાસને રૂંધીને સૌથી મોટું પાપ કર્યું: કાંતિભાઈ અમૃતિયા


SHARE







મવડાને સ્થગિત કરાવનારોએ મોરબીના વિકાસને રૂંધીને સૌથી મોટું પાપ કર્યું: કાંતિભાઈ અમૃતિયા

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ વાડી વિસ્તારમાં ૧૧ કરોડથી વધુના ખર્ચે પીવાના પાણીની લાઈનનું કામ મંજૂર કરવામાં આવેલ છે જે કામનું મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું મોરબીનો જે આડેધડ વિકાસ થયેલા છે તેને ટાંકીને કાંતિભાઈએ કહ્યું હતું કે મવડાને સ્થગિત કરવાનું કામ કરનારાઓએ મોરબીનું સૌથી મોટું પાપ કર્યું છે પરંતુ આગામી સમયમાં મોરબીનો ડીપી પ્લાન બને અને ટીપી અસ્તિત્વમાં આવે તેના માટેની તેઓની તૈયારી છે તેમજ આગામી મહિનાઓમાં મોરબીના જુદા જુદા વિસ્તારોની અંદર કરોડો રૂપિયાના કામ થશે જેમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર થશે નહીં તેવી તેમણે ખાતરી આપેલ છે

મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવતી ૧૧૫ જેટલી વાડી વિસ્તાર તથા સોસાયટીઓમાં પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે તેને સરકારમાંથી જે કામ મંજૂર કરવામાં આવ્યું છે તે ૧૧ કરોડથી વધુના ખર્ચે નાખવામાં આવનાર પીવાના પાણીની લાઈનના કામનું મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, ભાવેશભાઈ કંઝારીયા, રીસીપભાઈ કૈલા, મોરબી નગરપાલિકાના માજી પ્રમુખ કુસુમબેન પરમાર, માજી ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ માજી સભ્યો સહિતનાઓની હાજરીમાં ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી પાલિકાના વહીવટદાર એન.કે. મુછારે કહ્યું હતું કે, મોરબીની કમનસીબી કહેવાય કે આટલો ઝડપી વિકાસ થઈ રહ્યો છે તેમ છતાં પણ મોરબીમાં કોઈ ટીપી પ્લાન્ટ મંજુર કરવામાં આવેલ નથી જોકે, આગામી સમયમાં ટીપી પ્લાન અને ડીપી બને તો મોરબીનો આયોજન પૂર્વકનો વિકાસ થઈ શકે તેમ છે

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કહ્યું હતું કે, પ્રજાના ટેક્સના પૈસામાંથી વિકાસના કામોને હાથ ધરવામાં આવતા હોય છે ત્યારે પદાધિકારીઓ અને અધિકારી તેના ઉપર ધ્યાન રાખે તેની સાથોસાથ લોકોની પણ જવાબદારી બને છે કે કામ સારા અને મજબૂત બને તેના માટે થઈને તેઓ પણ ધ્યાન આપે અને ખાસ કરીને તેઓએ વાંકાનેર પાલિકામાં અગાઉ જે સ્વભંડોળની રકમ હતી તેમાંથી આડેધડ ખર્ચા વહીવટદારના શાસન દરમિયાન કરવામાં આવ્યા હોય તે બાબતની પણ તપાસ થશે અને સ્ટ્રીટ લાઇટની ખરીદીમાં મોટા પ્રમાણમાં ગેરરીતી થઈ હોવાથી તેની પણ તપાસ કરવામાં આવશે તેવુ કહ્યું છે તો મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા કહ્યું હતું કે વર્ષો પહેલા જ્યારે તેઓ પાલિકાના પ્રમુખ હતા અને રાજ્યમાં સરકાર કોંગ્રેસની હતી ત્યારે એક લાખ રૂપિયાની ગ્રાન્ટ જો મોરબી નગરપાલિકાને મળે તો પણ એક મેકના મોઢા મીઠા કરાવતા હતા જોકે આજે વાડી વિસ્તાર અને સોસાયટી વિસ્તારમાં ૧૧ કરોડથી વધુના ખર્ચે પાણીની લાઈન પાથરવાનું કામ થઈ રહ્યું છે અને છેલ્લા વર્ષોમાં મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર કરોડો રૂપિયાના વિકાસ કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં પણ લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા કામને પ્રાધાન્ય આપવામાં આવશે

અંતમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે, વાડી વિસ્તારના લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે થઈને હર હંમેશ ભારતીય જનતા પાર્ટી સક્રિય રહી છે કારણ કે સતવારા સમાજ હર હંમેશ ભાજપની સાથે રહેતો હોય છે અને છેલ્લા મહિનાની અંદર કુલ મળીને ૩૦ કરોડ રૂપિયાના ભૂગર ગટર અને પીવાના પાણીના કામ વાડી વિસ્તારમાં ખામહુર્ત કરવામાં આવેલ છે અને તે તેના નિયત સમયમાં પૂરા થાય તેના માટેની અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે ખાસ કરીને મોરબીમાં જે આડેધડ વિકાસ થઈ રહ્યો છે તેને ટાંકીને કહ્યું હતું કે વર્ષો પહેલા મોરબી વાંકાનેર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી એટલે કે મવડા અસ્તિત્વમાં મુકવામાં આવ્યું હતું અને અત્યારે ડીપી પ્લાન પણ બનાવવામાં આવ્યો હતો જોકે કેટલાક લોકોએ પોતાના અંગત લાભને ધ્યાનમાં રાખીને મવડાને સ્થગિત કરાવ્યું હતું જે મોરબીના વિકાસને રૂંધીને સૌથી મોટું પાપ છે

વધુમાં કહ્યું હતું કે, મોરબીમાં માર્કેટિંગ યાર્ડ માટે જે લડાઈ નેતાઓની સામે કરી હતી અને તેને લઈને તેને સાબરમતી જેલમાં પણ જવું પડ્યું હતું તે દિવસોને યાદ કર્યા તને કહ્યું હતું કે ત્યારે નેતાઓ સામે બાથ ભીડી હતી જો કે હવે તો અહીયા ડાભોરિયા છે તેનાથી ડરવાનું ન હોય નાના હોય તે મોટા બધા ડાભોરિયા જ છે અને મોરબી નગરપાલિકાના વહીવટને ધ્યાનમાં રાખીને તેઓએ કહ્યું હતું કે અગાઉ સફાઈનો કોન્ટ્રાક્ટ, સીટી બસનો કોન્ટ્રાક્ટ, કચરાનો કોન્ટ્રાકટર વગેરે જેવા જે કોન્ટ્રાક્ટ આપ્યા હતા તે બાબતની સંપૂર્ણ તપાસ થશે અને તેમાં જો કોઈપણ જગ્યાએ ગેરરીતિ કરવામાં આવી હશે અથવા તો કોઈ ગોલમાલ થઈ હશે તો ગેરરીતી કરનારાઓને પણ સાબરમતીમાં જવું પડશે તેવો સંકેત ધારાસભ્યએ આપેલ છે






Latest News