હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરના દુષ્કર્મ કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો: પીડિતા અને માતા-પિતા સામે તપાસનો આદેશ


SHARE







વાંકાનેરના દુષ્કર્મ કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો: પીડિતા અને માતા-પિતા સામે તપાસનો આદેશ

મોરબીમાં આવેલ સ્પેશિયલ પોકસો અદાલતે વર્ષ ૨૦૧૯ ના વાંકાનેરના દુષ્કર્મના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે અને ખોટા પુરાવાઓ ઉભા કરવા સબબ પીડિતા અને તેના માતા તેમજ પિતા સામે ફરિયાદ દાખલ કરવા અને તપાસ કરવાનો હુકમ કર્યો છે તેમજ ભોગ બનનારને સરકાર આપવામાં આવેલ ૩.૭૫ લાખનું કંપેસેસન પરત લેવા હુકમ કરેલ છે.

વર્ષ ૨૦૧૯ મા વાંકાનેરના ચંદ્રપુર અને ચોટીલામાં આરોપી વિપુલ ઉર્ફે લાલો ચકાભાઈ કોળી, હાર્દિક પ્રફુલભાઈ સુથાર અને તુષાર રમેશભાઈ કોળીએ ભોગ બનનાર સગીર હોવાનું જાણતા હોવા છતાં દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આરોપીઓએ તેના વાંધાજનક ફોટા પાડી લીધા હતા જે અંગેની વાંકાનેરમાં ફરિયાદ નોંધાઈ હતી આ કેસ મોરબીમાં આવેલ સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ પક્ષે ફરિયાદી, ફરિયાદીની માતા, સાહેદો, ડોક્ટરો તેમજ અન્ય પુરાવાઓ રજૂ થવાની સાથે તપાસનીશ અધિકારી અને અન્યની જુબાની લેવામાં આવી હતી

આ કેસમાં આરોપી વિપુલ ઉર્ફે લાલો ચકાભાઈ કોળી અને હાર્દિક પ્રફુલભાઈ સુથાર વતી બચાવપક્ષે વકીલ દિલીપભાઈ અગેચણિયા અને આરોપી તુષાર રમેશભાઈ કોળી વતી વકીલ દુર્ગેશભાઈ ધનકાણીએ દલીલ કરી હતી કે, ફરિયાદ પક્ષ દ્વારા આરોપીઓને ગંભીર ગુન્હામાં સંડોવી દેવા ખોટી ફરિયાદ કરી છે, આરોપીઓ તદ્દન નિર્દોષ હોવાનું અને સમગ્ર કેસ દરમિયાન ફરિયાદ પક્ષની જુબાનીમાં અનેક વિરોધાભાસી તત્વો સામે આવ્યા છે. સરકાર પક્ષે આરોપીઓને સજા થાય તેવા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેલ છે. અને ભોગ બનનાર સગીર હોવાનો પુરાવો પણ રજૂ કરી શક્યા નથી તેમજ ભોગ બનનાર કારખાનામાં કામ કરતા હોય જ્યા ૧૮ વર્ષની વ્યક્તિને જ કામે રાખવામાં આવતા હોવાના પુરાવા પણ બચાવપક્ષે રજૂ કર્યા હતા અને તબીબી અભિપ્રાયમાં પણ ક્યાંય બળજબરી કરવામાં આવી હોય તેવા ઇજાના નિશાન મળ્યા ન હતા અને સંમતિથી શારીરિક સંબંધ બંધાયા હોવાનું તબીબોના નિવેદનમાં પણ સામે આવ્યું હતું.

આ કેસમાં ત્રણેય આરોપીઓ જામીન ઉપર પણ મુકત થયા ન હતા ત્યારે બચાવપક્ષે જેમ ભોગ બનનાર કોઈની પુત્રી છે તેવી જ રીતે આરોપીઓ પણ કોઈના પુત્ર છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકી તહોમતદારને ખોટી સજા થાય તો ન્યાય પ્રણાલી ઉપરથી લોકોનો વિશ્વાસ ડગી જાય તેમ હોવાની ધારદાર દલીલો કરતા મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટે ત્રણેય આરોપીઓને નિર્દોષ છોડવા હુકમ કરેલ છે અને ભોગ બનનાર અને તેના માતા તેમજ પિતા સામે કોર્ટમાં ખોટા પુરાવા રજૂ કરવા મામલે તપાસનો આદેશ કર્યો છે અને ગુજરાત સરકાર દ્વારા દુષ્કર્મ કેસમાં ભોગ બનનારને ચૂકવાયેલ ૩,૩૭,૫૦૦ ની કંપેસેસનની રકમ પણ પરત લેવા આદેશ કર્યો હતો. આ કેસમાં આરોપીના વકીલ તરીકે દિલીપ અગેચણિયા, જીતેન અગેચણિયા, જે.ડી.સોલંકી, હિતેશ પરમાર, રવિ ચાવડા, મોનિકા ગોલતર અને દુર્ગેશભાઈ ધનકાણી રોકાયા હતા






Latest News