રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં અવની ચોકડીએ વરસાદી પાણીનો કાયમી નિકલ ન થાય તો લોકોએ હોળીઓ વસાવવી પડશે !


SHARE









મોરબીમાં અવની ચોકડીએ વરસાદી પાણીનો કાયમી નિકલ ન થાય તો લોકોએ હોળીઓ વસાવવી પડશે !

મોરબીમાં આવેલ આવેલ અવની ચોકડી પાસે દરવર્ષે વરસાદના પાણી ભરાઈ છે તેનો કાયમી નિકાલ કરવાની અનેક રજૂઆતો કરવામાં આવી છે જો કે, હજુ સુધી કોઈ કામ કરવામાં આવ્યું નથી ત્યારે આગામી ચોમાસા પાહેલા કામ મંજૂર કરીને ચાલુ કરવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને જો ચોમાસા પહેલા કામ નહીં કરવામાં આવે તો લોકોને હોળીઓ વસાવવી પડશે ! તેવું પણ પત્રમાં લખવામાં આવેલ છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે કે, મોરબીમાં અવની ચોકડી પાસે છેલ્લા ચારથી પાંચ વર્ષથી દર વર્ષે ચોમાસામાં વરસાદના પાણી ભરાય છે. અને લોકોને પોતાના ઘરેથી ધંધાના સ્થળે કે નાના બાળકોને સ્કુલે જવામાં અને મહિલાઓને ખરીદી કરવા માટે જવામાં ખુબ જ મુશ્કેલી ઉભી થાય છે કેમ કે, રવાપર વિસ્તારનું પાણી જે પહેલા ન આવતું હતું તે ડાયવર્ટ થઈ ને ખુબ જ મોટા પ્રમાણ ત્યાં આવી રહ્યું છે અને પાણી ભરેલ હોવાના લીધે ત્યાં અકસ્માત થવાની ભીતિ રહેલ છે આ બાબતે સ્થાનિક તંત્રને તેમજ મુખ્યમંત્રી સુધી આગાઉ રજુઆતો કરવામાં આવેલ છે. તો પણ કોઈ કામ કરવામાં આવ્યું નથી જો આ કામ કરવામાં નહિ આવે તો આગામી ચોમાસામાં લોકોને હોળીઓ વસાવવી પડશે ! જેથી તાકાલીક આ કામ મંજુર કરીને ચાલુ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો આવું કરવામાં નહિ આવે તો ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆતો કરવામાં આવશે




Latest News