હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરના અગાભી પીપળીયા-પંચાસીયા નજીક જુગારની બે રેડ: ૧૦ જુગારી ૨૯૬૦૦ ના મુદામાલ સાથે પકડાયા


SHARE







વાંકાનેરના અગાભી પીપળીયા-પંચાસીયા નજીક જુગારની બે રેડ: ૧૦ જુગારી ૨૯૬૦૦ ના મુદામાલ સાથે પકડાયા

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા તેમજ પંચાસીયા ગામ નજીક વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી તેમાં કુલ મળીને ૧૦ જુગારીઓ મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૨૯૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારના જુદાજુદા બે ગુના નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામથી કોટડા નાયાણી ગામ તરફ જવાના રસ્તે લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે તાલુકા પોલીસની ટીમ દ્વારા જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી જુગાર રમતા ખીમજીભાઇ ભગવાનજીભાઈ કાંજીયા (૬૦), જગદીશભાઈ ઉર્ફે કાળુભાઈ શામજીભાઈ ઘેટીયા (૫૦), શાંતિલાલ આંબાલાલ મારું (૪૪), હરખાભાઈ જીવરાજભાઈ ઘેટીયા (૬૩) અને નરેન્દ્રભાઈ ઉર્ફે નંદાભાઈ ગોપાલભાઈ શેરસીયા (૪૮) મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી૧૨૩૦૦ ની રોકડ કબજે કરી હતી અને આ પાંચ જુગારીઓને પકડી તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે આવી જ રીતે જુગારની બીજી રેડ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા પંચાસીયા ગામની વીડ તરીકે ઓળખાતી સીમમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમતા સહદેવસિંહ જયવિરસિંહ જાડેજા (૪૨), રાઘવજીભાઈ અજાભાઈ દેસાઈ (૬૨), અમૃતલાલ રાઘવજીભાઈ વિડ્જા (૬૯), સુરેશભાઈ પરસોત્તમભાઈ કાવર (૪૯) અને મગનભાઈ સુંદરજીભાઈ દલસાણીયા (૬૦) મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૭૩૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News