રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

ટંકારામાં પંચરોજકામની કોપીના એક લાખ પડાવનાર મહેશ ગોપાણી આગોતરાની સુનાવણી પહેલા પકડાશે ?


SHARE









ટંકારામાં પંચરોજકામની કોપીના એક લાખ પડાવનાર મહેશ ગોપાણી આગોતરાની સુનાવણી પહેલા પકડાશે ?

Tankara : ટંકારા તાલુકાના જબલપુર ગામના ખેડૂતને પોતાની જમીનના પંચરોજકામની કોપીની જરૂરિયાત હતી જેથી સરકારી કચેરીમાં જે ડોક્યુમેન્ટ ન મળ્યું તે વચેટીયાએ એક લાખ રૂપિયા અરજદારને આપ્યું હતું અને આ બાબત સામે આવ્યા પછી વચેટીયા મહેશ ગોપાણીની સામે ટંકારાના ઇન્ચાર્જ મામલતર દ્વારા ઠગાઇ અને વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાવવામાં આવી છે જો કે, હજુ સુધી આ ગુનામાં આરોપી પકડાયેલ નથી અને વધુમાં મળતી માહિતી મુજબ તેને મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી આગોતરા જામીન માટે અરજી મુકેલ છે તેની સુનાવણી આગામી તા ૩૧ ના રોજ  છે જો કે, તે પહેલા પોલીસ તેના સુધી પહોચી શકશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે

ટંકારા તાલુકામાં આવતા જબલપુર ગામે રહેતા પ્રવીણભાઈ ભીમજીભાઇ પરમારને તેની સાથણીમાં મળે જમીનના પંચરોજકામની જરૂર હતી જે ડોક્યુમેન્ટ મેળવવા નિયમ પ્રમાણે ટંકારા મામલતદાર કચેરીમાં અરજી કરી હતી જોકે ટંકારા મામલતદાર કચેરીમાંથી તેને આખી ફાઇલ આપવામાં આવી પરંતુ તેમાં જરૂરી એવું પંચરોજકામ ન હતું જેથી તેનો જમીન વેચાણનો દસ્તાવેજ અટકે તેમ હતું દરમિયાન વચેટીયા દ્વારા પ્રવીણભાઈ ભીમજીભાઇ પરમારનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને એક લાખ રૂપિયા લઈને આ પંચરોજકામ આપવામાં આવ્યું હતું જેની માહિતી સામે આવતાની સાથે જ તપાસનો આદેશ કરવામાં આવ્યું હતો

આ મામલે ટંકારાના ઇનચાર્જ મામલતદાર કે.ડી. બુસા  દ્વારા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગત તા ૨૧ ના રોજ મહેશ અવચરભાઈ ગોપાણી રહે. કલ્યાણપર વાળાની સામે વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જો કે, આજ સુધી આ ગુનામાં આરોપી મહેશ ગોપાણી પકડાયેલ નથી અને તેનો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે તેવું જાણવા મળેલ છે દરમ્યાના મહેશ અવચરભાઈ ગોપાણીના વકીલ મારફતે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી આગોતરા જામીન માટે અરજી મૂકવામાં આવેલ છે તેની સુનાવણી આગામી તા ૩૧ ના રોજ થવાની છે જો કે, તે પહેલા ટંકારાની સ્થાનિક પોલીસ કે પછી જિલ્લાની મોટી બ્રાન્ચના અધિકારી અને કર્મચારીઓ આ ચકચારી કેસમાં આરોપીને પકડી લેશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે. #morbi




Latest News