રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજના વિધાર્થીઓ-શાળાના આચાર્યો હરિદ્વાર ખાતે યોગ શિબિરમાં જોડાયા


SHARE









મોરબીની પી.જી.પટેલ કોલેજના વિધાર્થીઓ-શાળાના આચાર્યો હરિદ્વાર ખાતે યોગ શિબિરમાં જોડાયા

મોરબી જીલ્લાની પી.જી પટેલ કોલેજ  દ્વારા શિક્ષણની સાથે સાથે ઘણી બધી સેવાકીય અને  સમાજ ઉપયોગી પ્રવૃતિઓ થતી રહે છે જે અંતર્ગત મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા શ્રી મહર્ષિ રાજર્ષિમુની પ્રેરિત લકુલીશ યોગ આશ્રમ-હરિદ્વાર ખાતે તા ૨૫થી ૨૯ યોગ ગુરુ ડો.દારાના અધ્યક્ષસ્થાને પાંચ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું  છે. આ યોગ શિબિરમાં પી.જી.પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ, પી.જી.પટેલ કોલેજનો સ્ટાફ અને વિધાર્થીઓ તેમજ સાર્થક વિદ્યા મંદિર મોરબીના મુખ્ય સંચાલક કિશોરભાઈ શુક્લ, મોરબી જીલ્લાની સરકારી શાળાના આચાર્યો અલ્પેશભાઈ પુજારા (સજ્જનપર પ્રાથમિક શાળા), રાકેશભાઈ રાઠોડ (ભીમગુડા પ્રાથમિક શાળા) તેમજ રાજેન્દ્રભાઈ વ્યાસ (રાયધરા પ્રાથમિક શાળા), જસવંત મિરાણી પણ આ શિબિરમાં જોડાયા હતા. અત્રે ખાસ નોંધનીય છે કે પી.જી.પટેલ કોલેજમાં છેલ્લા સાત વર્ષોથી દરરોજ સવારે યોગથી જ શિક્ષણકાર્યની શરૂઆત કરવામાં આવે છે આ યોગની પ્રેક્ટીસ થકી જ કોલેજના વિધાર્થીઓ નામાપદ્ધતિ અને આકડાશાસ્ત્ર જેવા મુખ્ય વિષયોમાં યુનિવર્સીટી કક્ષાએ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ, મોરબી જીલ્લામાં પ્રથમ ક્રમાંક અને યુનિવર્સીટી ટોપ ૧૦ જેવા ઉચ્ચ પરિણામો પ્રાપ્ત કરે છે. આ યોગ શિબિરનું  આયોજન વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોમા યોગ પ્રત્યે રસ-રુચિ કેળવાય અને યોગ દ્વારા પ્રાધ્યાપકોની અધ્યાપન ક્ષમતા અને વિધાર્થીઓમાં એકાગ્રતા અને અધ્યયન ક્ષમતા વધે તેવા ઉમદા હેતુસર કરવામાં આવ્યું હતું. yog




Latest News