મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીની દલવાડી સર્કલ પાસેથી યુવતી ગુમ


SHARE













મોરબીની દલવાડી સર્કલ પાસેથી યુવતી ગુમ

મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસેની કપૂરીની વાળી વિસ્તારમાં રહેતા સતવારા પરિવારની દીકરી ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ક્યાંક ગુમ થઈ જતા હાલ ઘરમેળે શોધખોળ કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા પોલીસે ગુમશુધા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

હાલમાં ઉપરોક્ત બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ દલવાડી સર્કલ નજીકની કપૂરીની વાળી વિસ્તારમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગનું કામકાજ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પ્રભુભાઈ શામજીભાઈ ડાભી જાતે સતવારા (ઉમર ૪૬) દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવી હતી કે ગત તા.૧૫-૪ ના સવારના ૧૧ થી ૧૨ વાગ્યા દરમિયાનમાં તેઓના ઘરેથી કોઈને કંઈ પણ જાણ કર્યા વગર તેઓની ૧૮ વર્ષીય પુત્રી રીટાબેન પ્રભુભાઈ ડાભી ક્યાંક ચાલ્યા ગયેલ છે ઘરમેળે તપાસ કરવા છતાં પણ તેણીનો પતો લાગ્યો ન હોય અને હાલ પોલીસમાં જાણ કરાતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયા દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મારામારીના બનાવમાં ધરપકડ

મોરબીના બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતા દ્વારા બે આરોપીઓની મારામારીના બનાવમાં ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.પોલીસના જણાવ્યા પ્રમાણે મારામારીના બનાવમાં બિલાલ હુસેન ભટ્ટી જાતે મિંયાણા (૨૮) અને અબ્બાસ અબ્દુલ બુચડ જાતે મિંયાણા (૩૨) રહે.બંને સરકારી વાડી વિસ્તાર સીડફાર્મ નજીક વીસીપરા પાછળ મોરબી વાળાઓની મારામારીના બનાવમાં ધરપકડ કરવામાં આવી હતી

વૃદ્ધા સારવારમાં

મોરબીના શનાડા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ગંગાબેન ભલજીભાઈ સોલંકી નામના સીતેર વર્ષના વૃદ્ધાને તેઓના ઘરે મારામારીના બનાવમાં ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર કરવામાં આવ્યા બાદ એ ડિવિઝનમાં જાણ કરાતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના ડી.એ.વાઘડીયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના શનાળા બાયપાસ ઉપર રહેતો જીતુ વિનોદભાઈ દેવીપુજક નામનો ૨૩ વર્ષનો યુવાન કોઈ કારણસર ઝેરી દવા પી જતા તેને મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો






Latest News