હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

માળીયા(મી)ના બગસરા ગામે ચેરીયા વૃક્ષોને મળતું દરિયાનું પાણી રોકનારા અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ


SHARE

















માળીયા(મી)ના બગસરા ગામે ચેરીયા વૃક્ષોને મળતું દરિયાનું પાણી રોકનારા અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ

માળીયા તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં દરિયાકાંઠો લાગતો હોય ત્યાં ચેરીયા વૃક્ષોનું વાવેતર કરવામાં આવતું હોય છે આવી જ રીતે માળીયા તાલુકાના બગસરા ગામની સીમમાં પણ ચેરીયા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે જો કે ચેરીયા વૃક્ષોને દરીયામાં વહોતુ પાણી ન મળે તે રીતે આડા પાળા બનાવી દેવામાં આવ્યા હોય હાલમાં જીપીસીબીના અધિકારીઓ દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ત્રણ શખ્સોની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવેલ છે જેથી કરીને પોલીસે પર્યાવરણને નુકસાન સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં આવેલ ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડની પ્રાદેશિક કચેરીના અધિકારી કૃષ્ણકુમાર ભારથાજી વાઘેલા (ઉંમર વર્ષ ૫૭) એ હાલવા માળિયા(મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે માળીયા તાલુકાના બગસરા ગામની સીમમાં રીયલ રીફાઇન શોલ્ટ એન્ડ એલઇડ ઇન્ડ્રસ્ટીઝ પ્રા.લી. તથા સીસાઇડ સોલ્ટ પ્રા.લી. નિલ સર્વે નંબરની જમીન પાસેના વિસ્તારની અંદર ગેરકાયદેસર કરીને કુદરતી રીતે દરિયામાં વહેતા પાણીને રોકવા માટે થઈને પાણીના વહેણની વચ્ચે પાળા બાંધી દેવામાં આવ્યા છે અને પાણી રોકી લેવામાં આવ્યું છે જેથી કરીને ત્યાં વાવવામાં આવેલ ચેરીયા વૃક્ષોને જરૂરી પાણી ન મળવાના કારણે પર્યાવરણને નુકશાન થાય છે અને હાલમાં આ અંગે તેમણે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પર્યાવરણને નુકસાન અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૮૩, ૪૪૭, ૧૧૪ અને ઇપી કલમ ૧૯૮૬ની કલમ ૧૫ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News