હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી, માળીયા અને હળવદમાં દારૂની ત્રણ રેડ: ૬૦ બોટલ દારૂ-૧૫૦૦ લિટર આથો કબ્જે, બે પકડાયા; બેની શોધખોળ


SHARE

















મોરબી, માળીયા અને હળવદમાં દારૂની ત્રણ રેડ: ૬૦ બોટલ દારૂ-૧૫૦૦ લિટર આથો કબ્જે, બે પકડાયા; બેની શોધખોળ

માળીયા કચ્છ નેશનલ હાઈવે ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ પાસેથી પસાર થતી અલ્ટો કારને રોકીને પોલીસે તલાશી લેતા કારમાંથી દારૂની કુલ મળીને ૩૬ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને કાર મળી ૮૨,૬૦૦ ના મુદ્દામાલ સાથે હાલમાં મોરબીના બે શખ્સોની ધરપકડ કરીને તેઓની સામે ગુનો નોંધી આ દારૂનો જથ્થો કયાંથી લાવ્યા હતા અને કોને આપવાનો હતો તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે માળીયા કચ્છ હાઈવે ઉપર આવેલી ઓનેસ્ટ હોટલ પાસેથી પસાર થતી અલ્ટો કાર નંબર જીજે ૩ સીએ ૭૮૮૯ ને રોકીને પોલીસે તલાશી લેતા કારમાંથી જુદી-જુદી બ્રાન્ડની કુલ મળીને ૩૬ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ અને કાર એમ કુલ મળીને ૮૨,૬૦૦ ના મુદ્દામાલ સાથે મહેશભાઈ રમેશભાઇ પરમાર (૨૮) રહે સનાળા મુરલીધર હોટલ પાછળ મૂળ ગામ કુંભારીયા અને સંજય મનસુખભાઇ વાઘેલા (૨૧) રહેસનાળા મુરલીધર હોટલની પાછળ વાળાની ધરપકડ કરેલ છે અને તેની ગાડીમાં આ દારૂનો જથ્થો ક્યાંથી ભરવા આવ્યો હતો અને આ દારૂનો જથ્થો કોને આપવાનો હતો તે દિશામાં તપાસ કરવી છે

૨૪ બોટલ દારૂ

મોરબી તાલુકાના ઘૂંટુ ગામે આવેલ જનકપુરી સોસાયટીમાં રહેતા યુવાન જીગ્નેશભાઈ પ્રાણજીવનભાઈ વિરપરીયાના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા તેને ઘરમાં દારૂની રેડ કરવામાં આવતા ૨૪ બોટલ દારૂ ઘરમાંથી મળી આવ્યો હતો જેથી પોલીસે નવ હજાર રૂપિયાની કિંમતનો દારૂ કબજે કરીને હાલમાં જીગ્નેશભાઈ પ્રાણજીવનભાઈ વિરપરીયા પટેલ (૩૦) ને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે

દેશી દારૂનો આથો

હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં બાવળ પાસે ડેમના કાંઠે દેશી દારૂનો જથ્થો હોવાની બાતમી આધારે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે વપરાતો આથો ૧૫૦૦ લીટર મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ત્રણ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ દેસી દારૂ બનાવવા માટેનો આથો કરસનભાઈ ભુદરભાઈ કોળી રહે ગોલાસણ વાળાનો હોવાનું સામે હોવાથી તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News