મોરબી-હળવદમાં જુગારની ત્રણ રેડ: ૧૦ જુગારી ૧૮૯૫૦ ના મુદામાલ સાથે ઝડપાયા
મોરબીના ચકમપર ગામે વૃદ્ધને માર મારવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
SHARE









મોરબીના ચકમપર ગામે વૃદ્ધને માર મારવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
મોરબી તાલુકા ચકમપર ગામે રહેતા વૃદ્ધ તેના વાડામા હતા ત્યારે ગામના સરપંચ અને અન્ય એક વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને તેઓના ખેતર તરફ જતી પાણીની લાઇનનો એરવલવ તેને તોડ્યો છે તેવું કહીને માર માર્યો હતો જેથી વૃધ્ધે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ ચકમપર ગામના સરપંચની ધરપકડ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં બીજા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે
ચકમપર ગામે રહેતા જેન્તિભાઇ ભીખાભાઇ દારોદ્રા જાતે કોળી (ઉ.૬૨)એ બે શખ્સોની સામે ગત તા ૮/૯ ના રોજ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ગત તા.૩/૭/૨૦૨૧ ના બપોરના દોઢેક વાગ્યાના અરસામા ચકમપર(જી.) ગામની સીમમા તેઓના વાડામા હતા ત્યારે તેના વાડાની જમીનમાથી આરોપી પરસોતમભાઇ ગાંડુભાઇ કાલરીયાની વાડીનો એરવાલ નીકળતો હોય જે તુટી જતા ફરીયાદીએ તે એરવલવ તોડેલ છે તેમ કહી આરોપી પરસોતમભાઇ ગાંડુભાઇ કાલરીયાએ તેને વાસામા લોખંડનો સળિયો મારી તથા બીજા આરોપીએ વાસામા પાવડાનો હાથો મારી મુંઢ ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પોલીસે વૃધ્ધની ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે અગાઉ ચકમપર ગામના સરપંચ પરસોતમભાઇ ગાંડુભાઇ કાલરીયા (૬૪) ની ધરપકડ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં સુભાષભાઈ ઉર્ફે સુભો મોહનભાઇ રાઠવા (19) રહે, ચકમપર વાળાની ધરપકડ કરેલ છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
