મોરબીના નીચી માંડલ ગામ પાસે માથા અને પગ વગર બાળકની લાશ મળી હોવામાં થયો ચોંકાવનારો ખુલાસો
મોરબી શહેર આમ આદમી પાર્ટીના પ્રભારી તરિકે વસંતભાઈ ગોરીયાની વરણી
SHARE









મોરબી શહેર આમ આદમી પાર્ટીના પ્રભારી તરિકે વસંતભાઈ ગોરીયાની વરણી
મોરબી જીલ્લામાં આપની સાથે ઘણા લોકો જોડાઈયા રહ્યા છે ત્યારે અગાઉ ભાજપ અને કોંગ્રેસ બંન્નેમાથી ચૂંટણી લડેલા અને વિજેતા બનેલા મોરબી નગરપાલિકાના માજી ચેરમેન વસંતભાઈ કાનજીભાઈ ગોરીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને તેઓને મોરબી શહેરના પ્રભારી તરિકેની જવાબદારી સોપવામાં આવી છે
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીમાં વસંતભાઈ કાનજીભાઈ ગોરીયા તેમના કાર્યકર્તા સાથે જોડાયા હતા છે અને વસંતભાઈ ગોરીય અગાઉ મોરબી નગરપાલિકાનાં વોર્ડ નંબર- ૧ ના કાઉન્સિલર હતા અને તેઓને પાલિકામાં ચેરમેન પણ બનાવવામાં આવ્યા હતા તેઓ જંગી બહુમતી સાથે ચુંટાતા આવેલ છે અને કોંગ્રેસ તેમજ ભાજપ બંનેમાંથી તેઓ વિજેતા બન્યા હતા જો કે, તેઓ હવે ઈમાનદાર પાર્ટી આમ આદમી પાર્ટી સાથે વિધિવત રીતે જોડાયા છે અને તેમણે આપમાં ગુજરાત પ્રદેશ સહ સંગઠન મંત્રી શિવાજીભાઈ ડાંગર, જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા, જિલ્લા ઉપપ્રમુખ વનરાજસિંહ વાધેલા, જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા, મોરબી તાલુકા પ્રમુખ પ્રફુલભાઈ હોથી દ્વારા આવકારવામાં આવ્યા છે સાથે સાથે વસંતભાઈ ગોરીયાને મોરબી શહેરના પ્રભારી તરિકેની જવાબદારી સોપવામાં આવી છે અને આવનારા દિવસોમાં મોરબી શહેરમાંથી ધણા બધા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાસે તેવો વિશ્વાસ વસંતભાઈએ વ્યક્ત કર્યો હતો
