મોરબી શહેર આમ આદમી પાર્ટીના પ્રભારી તરિકે વસંતભાઈ ગોરીયાની વરણી
મોરબીમાં રાષ્ટ્રીય દીનદયાલ સેવા સંઘ, નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા કરાઇ અનોખી ઉજવણી
SHARE









મોરબીમાં રાષ્ટ્રીય દીનદયાલ સેવા સંઘ, નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા કરાઇ અનોખી ઉજવણી
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ પર રાષ્ટ્રીય દીનદયાલ સેવા સંઘ પરિવારના હોદેદારોએ કૈક કાપી, આરતી સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગુજરાત પ્રદેશ કન્વીનર બિંદિયાબેન રામાવત, ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ધરમિષ્ટાબેન વ્યાસ, મોરબી જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ જાગ્રતિબેન મોરબી જિલ્લા પ્રભારી વંદનાબેન જોષી મોરબી જિલ્લા પ્રમુખ ભરતભાઈ, જીનેશભાઈ મોરબી જિલ્લાના તમામ હોદેદારોએ હાજર રહ્યા હતા તેવી જ રીતે નરેન્દ્ર મોદી વિચાર મંચ પરિવારના સભ્યોએ કેક કાપી અને આરતી વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરી હતી ત્યારે ધર્મિષ્ઠાબેન વ્યાસ, વંદનાબેન જોષી, કૌશલભાઈ મહેતા, નીલકંઠ ભાઈ જોષી તમામ હોદેદારો હાજર રહ્યા હતા આવી જ રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧ માં જન્મદિન નિમિત્તે સ્વસ્થ જીવન અને દિર્ઘાયુની કામના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી જિલ્લામાં નિયુક્ત યોગ કોચ વાલજી પી. ડાભી, રૂપલબેન શાહ અને પિયુષભાઈ વાઘેલાએ રામકો બંગ્લોઝ ખાતે યોગ શિબિર અને હવનનું આયોજન કર્યું હતું અને ઉજવણી કરી હતી ત્યારે ભારતીબેન રંગપરિય, રણછોડભાઈ જીવાણી, રણજીતભાઇ રાઠોડ (ભારત સ્વાભિમાન ઉપપ્રમુખ વાપી), નરશીભાઈ અંદરપા, ભીમજીભાઇ અઘારા તેમજ સંજયભાઈ રાજપરા ઉપસ્થિત રહ્યા હતાં.
