હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા નજીક ઘેટાને બાઇક અડી જવાના બનાવમાં ૧૦ શખ્સો સામે વાળતી રાયોટીંગની ફરિયાદ નોંધાઈ


SHARE







વાંકાનેરના તીથવા નજીક ઘેટાને બાઇક અડી જવાના બનાવમાં ૧૦ શખ્સો સામે વાળતી રાયોટીંગની ફરિયાદ નોંધાઈ

વાંકાનેર તાલુકાના તીથવા ગામથી કોઠારીયા તરફ જવાના રસ્તા ઉપર ઘેટાને બાઇક અડી જતા બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે અગાઉ એક ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ હાલમાં માલધારીએ ૧૦ શખ્સોની સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના તીથવાથી કોઠારીયા જવાના રસ્તે બાકરોલિયા મંજૂર હુસેનભાઈની વાડી પાસેથી ઘેટા બકરા લઈને માલધારીઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે ઘેટાને બાઈક અથડાયું હતું જે બાબતે બોલા ચાલી અને મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે યાકુબભાઈ વકાલીયાએ ગઈકાલે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે રાયોટીંગનો ગુનો દાખલ કર્યો હતો ત્યારબાદ વળતી ફરિયાદ આ બનાવમાં નોંધાયેલ છે જેમાં માલધારી દિનેશભાઈ તેજાભાઈ બાંભવા જાતે ભરવાડ (૨૮) રહે તીથવા વાળાએ યાકુભાઈ અલીભાઈ વકાલીયા, ઈસ્માઈલભાઈ અલીભાઇ વકાલીયા, મોઈનભાઈ ઈસ્માઈલભાઈ વકાલીયા, જાવેદ રસુલભાઈ વકાલીયા, ગુલાબભાઈ અલાવદીનભાઈ વકાલીયા, મહેબુબભાઇ અલાઉદ્દીનભાઈ વકાલીયા, સિરાજભાઈ રસુલભાઈ વકાલીયા, રેનીશભાઈ હુસેનભાઇ વકાલીયા, હનીફભાઈ અલાઉદ્દીનભાઈ વકાલીયા, નૂરાભાઈ અલાઉદ્દીનભાઈ વકાલીયા અને યુનુસુભાઈ અલાઉદીનભાઈ વકાલીયા રહે. બધા તિથવા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ફરિયાદી તથા અન્ય માલધારીઓ પોતાના માલઢોર લઈને તીથવાથી કોઠારીયા તરફ જવાના કાચા રસ્તા ઉપર થી જઈ રહ્યા હતા ત્યારે આરોપી યાકુભાઈ વકાલીયા ડબલ સવારી બાઇક લઈને ત્યાંથી નીકળ્યા હતા અને ત્યારે ઘેટાં સાથે બાઈક અથડાવ્યું હતું જેથી કરીને કાળુભાઈએ તેને બાઈક જોઈને ચલાવવા માટે થઈને કહ્યું હતું અને ત્યારે આરોપીએ ઉશકેરાઇ જઈને ગાળો આપી હતી તેમજ ફરિયાદી યુવાનને લોખંડનો પાઇપ નાક તથા હોઠના ભાગે મારીને ઇજા કરી હતી તેમજ યાકુભાઈ અને ઈસ્માઈલભાઈએ મળીને ફરિયાદી તથા સાહેદ કાળુભાઈને ઢીકા પાટુનો માર મારીને ઇજા કરી હતી અને બધા આરોપીઓએ છૂટા પથ્થરના ઘા કરીને જેમ ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન અને તેની સાથે ઇજા પામેલા વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ દિનેશભાઈ બાંભવા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ૧૦ શખ્સોની સામે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો વધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News