હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેર : ઝગડો કરવાની ના કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ચાર શખ્સોએ માર માર્યો


SHARE







વાંકાનેર : ઝગડો કરવાની ના કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ચાર શખ્સોએ માર માર્યો

વાંકાનેરમાં ચંદ્રપુર પાસે આવેલ સમ્રાટ હોટલ પાસે થોડા દિવસો પહેલા માથાકૂટ થઈ હતી દરમિયાન બોલેરો ગાડીનો ચાલક ટ્રેક્ટર ચાલક સાથે બોલાચાલી કરીને માથાકૂટ કરતો હતો ત્યારે યુવાને બોલાચાલી નહીં કરવા માટે તેને કહ્યું હતું જે બાબતનો ખાર રાખીને તેની ઈકો ગાડીના કાચને તોડી નાખ્યો હતો અને યુવાન સાથે માથાકૂટ કરતાં હતા ત્યારે તેને છોડાવવા માટે વચ્ચે પડેલા વ્યક્તિને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે અશરફનગરમાં રહેતા ઝાહિદભાઈ હુસેનભાઇ પરાસરા જાતે મોમીન (૩૮) એ ભૂરો સરાણીયા, બટુકભાઈ સરાણીયા, હરેશભાઈ સરાણીયાનો છોકરો અને દેવરાજ સરાણીયા રહે. બધા ચંદ્રપુર અલંકાર હોટલ પાછળ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ચંદ્રપુર પાસે આવેલ સમ્રાટ હોટલ પાસે બોલેરો ગાડી નંબર જીજે ૨૩ વી ૫૨૦૨ નો ચાલક ટ્રેક્ટર નંબર જીજે ૩ ઇએ ૬૬૮૫ ના ચાલક સાથે બોલાચાલી કરતો હતો ત્યારે ફરિયાદી યુવાને તેને બોલાચાલી ન કરવા માટે કહ્યું હતું જે બાબતનો ખાર રાખીને આરોપી ભૂરો સરાણીયાએ લાકડીનો ધોકો મારીને તેની ઈકો ગાડી નંબર જીજે ૩૬ એફ ૧૮૯૯ નો પાછળનો કાચ તોડી નાખ્યો હતો અને બાકીના આરોપીઓએ ફરિયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી અને સાહેદ અલીભાઈ પરાસરા વચ્ચે છોડાવવા પડતા તેમને પણ આરોપીઓએ ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

કારમાં નુકશાન

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સીયારામ ગ્રેનેટો સીરામીક કારખાનાના ગેટની સામે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા પીન્ટુભાઇ ધનજીભાઈ શંખેસરિયા જાતે કોળી (૩૨) ની કિયા સોનેટ ફોરવીલ કાર નંબર જીજે ૩૬ એએફ ૪૬૫૯ ની સાથે ટ્રક ટેલર નંબર આરજે ૫૦ જીબી ૨૭૦૨ ના ચાલકે રિવર્સમાં પોતાનું વાહન લેતા સમયે પાછળ જોયા વગર કારમાં ભટકાડીને કારમાં નુકસાન કર્યું છે જેથી કરીને કારના ચાલક દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એફ.આઇ. સુમરા ચલાવી રહ્યા છે






Latest News