મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના શનાળ રોડ નવા બસ સ્ટેશન પાસે મોડીરાત્રીના મળી આવેલી યુવતીને પોલીસે પરિવાર સુધી પહોંચાડી


SHARE







મોરબીના શનાળ રોડ નવા બસ સ્ટેશન પાસે મોડીરાત્રીના મળી આવેલી યુવતીને પોલીસે પરિવાર સુધી પહોંચાડી

મોરબીના નવા બસ સ્ટેશન પાસેથી મોડી રાત્રીના એકલી મળી આવેલી યુવતીને સીટી એ ડુવિઝન પોલીસ સ્ટેશન લાવી તેની પુછપરછ કરવામાં આવ્યા બાદ તેના પરિવારજનોને બોલાવીને યુવતી તેઓને સોંપી આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના નવા બસ સ્ટેશન પાસેથી મોડી રાત્રીના હસીનાબેન કાળાભાઈ ખોખરીયા નામની ૧૯ વર્ષીય મૂળ રાજસ્થાની યુવતી મળી આવી હતી અને તેની પૂછપરછ કરવામાં આવી હતી અને બાદમાં તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી.બાદમાં તેના પરિવારજનોને બોલાવીને સોંપી આપવામાં આવી હતી.આ બાબતે એ ડિનિઝન પોલીસ મથકના એ.એમ. જાપડીયાના જણાવ્યા પ્રમાણે મોડીરાત્રીના યુવતી નવા બસ સ્ટેશન પાસે એકલી જોવા મળી હતી જેથી કોઈ અન્ય ઘટના ન બને તે માટે યુવતીને પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ કરવામાં આવતા તેણે પોતાનું નામ હસીનાબેન હોવાનું જણાવ્યું હતું અને પોતે મૂળ રાજસ્થાની હોય અને હાલ અહીં મોટી બહેન સાથે ટંકારાના લજાઈ ગામે રહેતા હોવાનું અને ત્યાં કામ કરતા હોવાનું જણાવ્યું હતુ.પરંતુ અહિં કામ કરવું ગમતું ન હોય અને વતનમાં રાજસ્થાન જવું હોય તેણી કોઇને કંઇ કહ્યા વિના નીકળી ગયા હતા માટે તેમના બેન-બનાવીને બોલાવીને યુવતીનો કબ્જો તેના પરિવારજનોને સોંપી આપવામાં આવ્યો હતો.

મહિલાની ધરપકડ

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા સથવારા વૃદ્ધને જેલમાં બેઠાબેઠા ફોન ઉપર ધમકી આપી રૂપિયાની ખંડણી માંગવા સબ જેલમાં બંધ આરોપી સામે ગુનો નોંધાયો હતો અને તેની તપાસ દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પીઆઈ દેકાવાળીયા દ્વારા તપાસ કરવામાં આવ્યા બાદ જે તે સમયે ફોન વડે જેલમાં બેઠાબેઠા ફોન કરી ખંડણી માંગનાર ડાડુ તાજમામદ જેડા નામના ઇસમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તપાસમાં સંડોવણી ખુલતા તેના પત્ની હમીદાબેન ડાડુભાઈ જેડા જાતે મિંયાણા (ઉમર ૩૪) રહે. મદીના સોસાયટી વીસીપરા મોરબીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર વિસ્તારની ચોરાવાળી શેરીમાં રહેતા શારદાબેન મુકેશભાઈ દુદકીયા નામની ૩૫ વર્ષની મહિલાને તેના ઘરે મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવારમાં લઈ જવામાં આવી હતી.જ્યારે મોરબી તાલુકાના આમરણ ગામના કાનજીભાઈ ભાણજીભાઈ ગાંભવા નામના ૬૫ વર્ષના વૃદ્ધને વાહન અકસ્માતમાં ઈજા થતા અત્રેની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેઓ આમરણથી બાઈક લઈને જતા હતા ત્યારે ગાયત્રી પેટ્રોલ પંપ નજીક અજાણ્યા કાર ચાલકે તેમને હડફેટ લેતા જમણા પગના ભાગે ઇજા થતાં તેઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News