મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાંથી સગીરાનું અપહરણ


SHARE









વાંકાનેર તાલુકામાંથી સગીરાનું અપહરણ

વાંકાનેર તાલુકાના નાગલપર ગામે રહેતા યુવાનની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એમપીના એક શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને સગીરાને શોધવા માટે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નાગલપર ગામે રહેતા યુવાનની દીકરીનું મૂળ એમપીના ધાર જિલ્લાના કામટા ગામના રહેવાસી ગોલુ ખુમસિંગ નામના શખ્સ દ્વારા લલચાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનેલી યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી ૩૬૩ અને ૩૬૬ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે હાલમાં જુદી જુદી દિશામાં તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

દેશી દારૂ
મોરબી શહેરમાં આવેલ જોન્સનગર શેરી નં-૧૧ માં હુસેન સિદ્દીક ખોડના કબજા ભોગવટાવાળા ડેલામાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી ૧૧૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે ૨૨૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને સ્થળ ઉપરથી મુસ્તાક ઈકબાલભાઈ કાદરી જાતે સૈયદ મુસ્લિમ (૨૪) રહે. પંચાસર રોડ ગુજરાત કાંટા પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આરોપી હુસેનભાઈ ખોડ રહે. જોન્સનગર શેરી નં-૧૧ મોરબી વાળો ત્યાં હાજર ન હોવાથી તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.






Latest News