મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ પાસે બાઇક પોલ સાથે અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE









ટંકારાના નેકનામ પાસે બાઇક પોલ સાથે અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત

ટંકારા તાલુકાના નેકનામથી આગળના ભાગમાં ગોળાઈ પાસેથી યુવાન પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ગોળાઇમાં બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો જેથી કરીને બાઇક સ્લીપ થઈ ગયું હતું અને સાઈડમાં આવેલ સિમેન્ટના થાંભલા સાથે તે અથડાતા બાઈક ચાલક યુવાનને મોઢા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને હાલમાં મૃતક યુવાનના પત્નીની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના ધાર જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના જીવાપર ગામે દેવજીભાઈ મેઘજીભાઈ લુણાગરિયાની વાડીએ રહીને મજૂરી કામ કરતા દિનેશભાઈ રાયસીંગભાઈ બધેલ જાતે અનુ. જનજાતિ (૨૭) પોતાનું બાઈક લઈને ટંકારા તાલુકાના નેકનામ ગામથી આગળના ભાગમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે ગોળાઈમાં બાઈકના સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો જેથી કરીને બાઇક સ્લીપ થઈ ગયું હતું અને રોડ સાઈડમાં આવેલ સિમેન્ટના થાંભલા સાથે અથડાતા યુવાનને મોઢાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી બાઇક ચાલક દિનેશભાઈ રાયસીંગભાઈ બધેલનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પત્ની મંજુબેન દિનેશભાઈ બધેલ (૨૪) રહે. હાલ જીવાપર તાલુકો ટંકારા મૂળ રહે. એમપી વાળીની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ભૂલથી દાવ પી ગયો

મોરબીના સનાળા રોડ ઉપર સ્કાય મોલ પાસે કુલદીપ ગોવિંદભાઈ (૪૮) નામનો યુવાન પોતાના ઘર નજીક દવા પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિ.કે. પટેલ ચલાવી રહ્યા છે અને યુવાન ભૂલથી દવા પી ગયો હોવાનુ સામે આવ્યું છે




Latest News