મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

વાંકાનેર પાસેના ટોલનાકાનો કોન્ટ્રાક્ટ બદલીને આસપાસના ગામના વાહન ચાલકોને ડામ દેવાની પેરવી: માથાકૂટના એંધાણ


SHARE









વાંકાનેર પાસેના ટોલનાકાનો કોન્ટ્રાક્ટ બદલીને આસપાસના ગામના વાહન ચાલકોને ડામ દેવાની પેરવી: માથાકૂટના એંધાણ

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર વઘાસિયા ગામ પાસે ટોલ પ્લાઝા આવેલ છે અને છેલ્લા ૧૫ વર્ષથી ટોલનાકાનું સંચાલન કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે તેને બદલીને હવે બીજા કોન્ટ્રાક્ટને કામ આપીને ટોલ પ્લાઝા આસપાસનાં ગામના વાહન ચાલકો પાસેથી પણ હવે ટેક્ષ લેવા માટેની પેરવી કરવામાં આવી રહી છે ત્યારે જો એજન્સીની બદલીને આસપાસના ગામના વાહન ચાલકો પાસેથી ટેક્ષ લેવાનું શરૂ કરવામાં આવશે તો મોટી માથાકૂટ થવાના એંધાણ છે.

છેલ્લા પંદર વર્ષથી વઘાસિયા ગામના અને વાંકાનેર તાલુકા કરણી સેના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ ઝાલા ટોલ પ્લાઝાનું સંચાલન કરતા હતા જેથી આસપાસના ગામના વાહન ચાલકો માટે કોઈ ટેક્ષ લેવામાં આવતો નથી અને સૌથી મોટી વાતે છે કે કોઈ વિવાદ નથી અને સારી રીતે કામ ચાલી રહ્યું છે તો પણ નવી એજન્સીને કામ આપીને પંદર વર્ષથી નિર્વિવાદિત કામ કરનારા રાજેન્દ્રસિંહ ઝાલાની બદલે બીજાને કામ આપવામાં આવશે તો નવાજૂની થવાની શક્યતા છે કેમ કે, ટોલ પ્લાઝાની આસપાસનાં ગામના વાહન ચાલકો પાસેથી પણ ટેક્સ વસુલવા માટે એજન્સી બદલાવવાની પેરવી કરવામાં આવી રહી છે ત્યારે આ બાબતની ગંધ ગામના લોકોને આવી ગયેલ છે અને ગામના વાહન ચળકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને જો એજન્સી બદલાશે કે પછી ટેક્સ લેવાનુ શરૂ કરવામાં આવશે તો ટોલનાકા ઉપર ભવિષ્યમાં મોટી માથાકૂટ થશે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે જેથી કરીને જે કંપની દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવે તે પહેલા હાલમાં જે એજન્સી દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી કામ કરવામાં આવી રહ્યું છે તેની કામગીરીને ધ્યાનમાં લેવામાં આવે તે પણ જરૂરી છે




Latest News