મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હળવદના દિઘડિયા ગામે ખેતરમાં સિચાઈ માટે પાણી લેવા મુદે ઝઘડામાં ભાઈની બે સગા ભાઈઓએ કરી હત્યા


SHARE









હળવદના દિઘડિયા ગામે ખેતરમાં સિચાઈ માટે પાણી લેવા મુદે ઝઘડામાં ભાઈની બે સગા ભાઈઓએ કરી હત્યા

હરેશભાઈ પરમારા દ્વારા, હળવદના દિઘડીયા ગામે સીમમાં વાડીએ રહેતા ત્રણ સગા ભાઇઓ વચ્ચે જમીનમાં સિચાઈ માટેનું પાણી લેવા બાબતે બોલાચાલી થઇ હતી જેમાં બે ભાઈઓએ એક સંપ કરીને તેના સગા ભાઈને ધારીયા અને છરીના ઘા ઝીકયા હતા જેથી તેનું મોત નીપજયું હતું અને તે યુવાનની પત્ની  અને સંતાનને પણ ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવેલ છે અને હાલમાં હળવદ પોલીસ દ્વારા ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદના દિઘડીયા ગામની સીમમાં રહેતા મુકેશભાઈ કુકાભાઈ સારલા (૩૫) તેમના પરિવાર સાથે ઘરે હતા ત્યારે તેના બે સગાભાઈ રઘાભાઈ કુકાભાઈ સારલા અને મુન્નાભાઈ કુકાભાઈ સારલાએ બોલાચાલી કરીને મુકેશભાઈ ઉપર છરી અને ધારીયા વડે હુમલો કર્યો હતો જેથી ઇજાઓ થવાથી મુકેશભાઈનું મોત નીપજ્યું હતું અને આ ઘટનામાં તેના પત્ની દક્ષાબેનને અને બાર વર્ષના દીકરાને પણ ઈજા થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવેલ છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રઘાભાઈ, મુકેશભાઈ અને મુન્નાભાઈ ત્રણ સગાભાઇ છે અને તેઓની વડીલોપાર્જિત ૧૫ વીઘા જમીનમાંથી ત્રણેય ભાઈઓને પાંચ પાંચ વીઘા જમીન ભાગમાં આવેલ છે જો કે, વીજ કનેક્શન એક જ હોવાથી મોટરથી પાણી લેવા બાબતે બોલાચાલી થઈ હતી. અને બાદમાં બે સગાભાઈઓએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેમાં મુકેશભાઇનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો અને આ બનાવમાં મૃતકના પત્ની દક્ષાબેનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે 




Latest News