હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ગુનો આચારનાર શખ્સ વાંકાનેરના ઢુવા પાસેથી દારૂ ભરેલ કાર સાથે પકડાયો


SHARE













પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ગુનો આચારનાર શખ્સ વાંકાનેરના ઢુવા પાસેથી દારૂ ભરેલ કાર સાથે પકડાયો

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પોલીસ સ્ટેશનમાં ગુનાહિત કાવતરૂ રચીને પોલીસની ખોટી ઓળખ આપી અપહરણ વિથ એટ્રોસીટી, પ્રોહોબિશન અને સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી વાંકાનેર તાલુકાનાં ઢુવા નજીક વરમોરા સીરામીક પાસે રોડ ઉપરથી દારૂ ભરેલી કાર સાથે પકડાયો છે જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસે તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પીએસઆઈ બી.પી.સોનારા તથા સર્વેલન્સ ટીમ ગુનેગારોને પકડવા પડે અને ગુનેગારોને ડામવા માટે કામ કરી રહી છે ત્યારે મયુરધ્વજસિંહ જાડેજા તથા હરીચંન્દ્રસિંહ ઝાલાને મળેલ હકિકત આધારે આરોપી વેલજી ભીમાભાઇ મારૂણીયા જાતે કોળી (૨૫) રહે. કંસાળા તાલુકો સાયલા વાળાને મહીન્દ્રા એક્સયુવી-૩૦૦ કાર નંબર જીજે ૧૩ સીએ ૭૭૪૩ વાળીમાં ૧૩૦ લિટર દેશી દારૂ સાથે ઝડપી લેવામાં આવેલ છે અને આ આરોપી પાસેથી ૨૬૦૦ નો દારૂ તેમજ પાંચ લાખની કાર આમ કુલ મળીને ૫,૦૨,૬૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આ આરોપીનું નામ પોકેપ કોપ મોબાઇલમાં સર્ચ કરતા તેની સામે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩ માં આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૩૮૪, ૩૬૫, ૧૭૦, ૧૨૦(બી), ૧૧૪ તથા એટ્રોસીટી એકટ ૩(૧) (આર), ૩(૧) (એસ.) ૩(૨) (વી.એ) મુજબના ગુનામાં ફરિયાદી તેમજ સાહેદને પોલીસની ખોટી ઓળખ આપીને અપહરણ કરી ૨૦,૦૦૦ ની માંગણી કરી ગુનાહીત કાવતરૂ રચી રાજય સેવકનુ ખોટુ નામ ધારણ કર્યું હતું જેનો ગુનો નોંધાયેલ છે તેમજ મુળી તથા સાયલા પોલીસ સ્ટેશનમાં જુદાજુદા ગુના નોંધાયેલ છે જેમાં તે નાસતો ફરતો હતો હાલમાં પોલીસે દેશી દારૂ સાથે તેને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરી છે અને આ આરોઈની સામે જુદાજુદા પોલીસ સ્ટેશને નવ જેટલા ગુના નોંધાયેલ છે આ કામગીરીમાં પીએસઆઇ બી.પી.સોનારા, મયુરધ્વજસિંહ જાડેજા, ચમનભાઇ ચાવડા, હરીશચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, રવિભાઇ કલોત્રા તથા વિજયભાઇ ડાંગર દ્વારા કરવામાં આવી હતી






Latest News