મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડે રોજિંદા ટ્રાફિકજામની પીડામાંથી મુક્તિ કયારે ?: વાહન ચાલકો ત્રાહિમામ


SHARE









મોરબીના જેતપર રોડે રોજિંદા ટ્રાફિકજામની પીડામાંથી મુક્તિ કયારે ?: વાહન ચાલકો ત્રાહિમામ

મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી અણીયારી ચોકડી સુધીનો રસ્તો ફોર ટ્રેક બનાવવા માટેની કામગીરી છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવી છે જોકે, આ રસ્તાનું કામ લગભગ બે વર્ષ  પહેલા મંજૂર થયું હતું પરંતુ તે કામને થોડા સમય પહેલા જ શરૂ કરવામાં આવ્યું છે અને હાલમાં આ રસ્તા ઉપર ગારો, ખીચડ અને ગંદકીનું સામ્રાજ્ય છે તેમજ આખો રસ્તો ઉબડખાબડ હોવાના કારણે વાહન ચાલકોને પોતાનું વાહન તે રસ્તા ઉપરથી લઈને નીકળવું માથાના દુખાવા સમાન બની જાય છે આટલું જ નહીં પરંતુ ભંગાર રસ્તો હોવાના કારણે અવારનવાર વાહનોમાં નુકસાની થતી હોય છે અને આ રસ્તા ઉપરથી જતું વાહન કોઈ કારણોસર બંધ થઈ જતા ગણતરીની મિનિટોમાં જ ત્યાં વાહનોના થપ્પા લાગી જાય છે

સોમવારે બપોરના સમયે રંગપર બેલા આસપાસના વિસ્તારમાં લગભગ પાંચેક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો અને બંને બાજુ ટ્રક સહિતના વાહનોના થપ્પા લાગી ગયા હતા અને જેથી કરીને કલાકો સુધી વાહન ચાલકોને પોતાના વાહનની અંદર કેદ  થઈને બેસી રહેવું પડ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, અગાઉ પણ આ રસ્તાનું કામ જ્યારે કરવામાં આવ્યું હતું ત્યારે મહેન્દ્રનગર ચોકડી થી અણીયારી ચોકડી સુધીના ગામના લોકોએ ઘણા સમય સુધી પારાવાર મુશ્કેલીનો સામનો કર્યો હતો ત્યારબાદ જે રસ્તો બન્યો તે ગણતરીના સમયગાળામાં તૂટી ગયો હતો જેથી કરીને છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારની અંદર આવતા ગ્રામ્ય વિસ્તારો તથા કારખાનાઓએ આવતા શ્રમિકો અને કારખાનેદારો સહિતના લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

જોકે હાલમાં ફોરટ્રેક રસ્તો બનાવવાની કામગીરી જે ચાલુ છે તે રસ્તો કેવો બનશે તેનો આગામી સમય બતાવશે પરંતુ હાલમાં આ ભંગાર રસ્તાના કારણે ટ્રાફિક જામની સમસ્યા આ રસ્તા ઉપર રોજિંદી બની ગઈ છે અને કલાકો સુધી શ્રમિકો, કારખાનેદારો, ગ્રામજનો અને માલનું આવાગમન કરતા ટ્રક ચાલકોને ત્યાં ટ્રાફિકજામમાં ફસાવું પડે છે જેથી કરીને ટ્રાફિક જામની પીડામાંથી અને ઉબડખાબડ રસ્તાની પીડામાંથી તાત્કાલિક ધોરણે લોકોને મુક્તિ અપાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગણી છે જોકે તેને અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા ધ્યાને લઈને નક્કર કામગીરી ક્યારે કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે




Latest News