હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અજાણ્યા પુરુષનું કોઈ કારણોસર મોત: ઓળખ મેળવવા તજવીજ


SHARE







વાંકાનેરમાં અજાણ્યા પુરુષનું કોઈ કારણોસર મોત: ઓળખ મેળવવા તજવીજ

વાંકાનેરમાં આવેલ મુમના શેરી પાસે કોઈ અજાણ્યો પુરુષ મૃત્યુ પામેલી હાલતમાં હતો જેથી તેની જાણ સ્થાનિક વ્યક્તિ દ્વારા વાંકાનેર સિટી પોલીસને કરવામાં આવી હતી ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણમાં મળતી માહિતી મુજબ વાંકાનેરમાં મુમના શેરી પાસે કોઈ અજાણ્યો ૪૦ વર્ષનો પુરુષ કોઈ પણ કારણોસર મૃત્યુ પામેલ હાલતમાં પડેલ હોય મુમના શેરીમાં રહેતા જવીદભાઈ ઉમરભાઈ વિસર જાતે સંધિ (૪૦)એ આ બનાવ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃત હાલતમાં પડેલ યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અંદાજે ૪૦ વર્ષની ઉંમરનો યુવાન મૃત્યુ પામ્યો હોય તે અંગેની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે

મહિલાનું મોત

મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામની સીમમાં ઉમેશભાઈ ખીમજીભાઇ ચારોલાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કીડીયાભાઈ ઉર્ફે કાળુભાઈ મેડા જાતે આદિવાસીના પત્ની ગીતાબેન મેડા જાતે આદિવાસી (૫૦) વાડીએ હતા ત્યારે કોઈપણ કારણોસર તે બેભાન થઈ ગયા હતા અને ત્યારબાદ તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News