હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનો GPF એકાઉન્ટનો પ્રશ્ન ઉકેલા રાજ્યમંત્રી બ્રિજેશભાઇની સચિવને સૂચન


SHARE

















મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનો GPF એકાઉન્ટનો પ્રશ્ન ઉકેલા રાજ્યમંત્રી બ્રિજેશભાઇની સચિવને સૂચન

મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ. એકાઉન્ટ આજની તારીખે પણ રાજકોટ જિલ્લામાં છે જેથી કરીને શિક્ષકોને ઘણી હેરાનગતિનો સામનો કરવો પડે છે જેથી કરીને મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સહિતના આગેવાનો રાજ્યના પાંચાયત વિભાગના મંત્રીને રૂબરૂ રજૂઆત કરવા માટે ગાંધીનગર ગયા હતા અને રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજા (brijesh merja) એ તાત્કાલિક પ્રશ્ન ઉકેલવા માટે તેના અધિકારીઓને સૂચના આપી હતી જેથી આ વર્ષો જૂનો પ્રશ્ન હવે નજીકના સમયમાં જ ઉકેલાઈ જાય તેવી શક્યતા છે

મોરબી - માળીયા (મી.) વિધાનસભાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાનો ગુજરાત સરકારના નવા પ્રધાન મંડળમાં સમાવેશ કરવામાં આવેલ છે અને તેઓને શ્રમ, રોજગાર,પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી તરીકેની જવાબદારી સોપવામાં આવી છે ત્યારે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે તેઓને રૂબરૂ શુભેચ્છા પાઠવવા માટે મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયા, મહામંત્રી દિનેશભાઈ આર.હુંબલ, મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના માજી પ્રમુખ મણીલાલ વી. સરડવા તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રચાર મંત્રી નરેન્દ્રભાઈ ગોહેલ પહોચ્યા હતા ત્યારે રાજકોટ જિલ્લામાથી વર્ષ ૨૦૧૫ થી મોરબી જિલ્લો અલગ થઈ ગયો છે જો કે, આજદિન સુધી મોરબી જિલ્લાના શિક્ષકોના જી.પી.એફ. ખાતા રાજકોટથી મોરબી ટ્રાન્સફર કરવામાં આવેલ નથી જેથી શિક્ષકોને હેરના થવું પડે છે જે અંગેની રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાને રજૂઆત કરી હતી જેથી તેઓએ તેમના અધિકારીને ત્વરિત આ કામ કરવા માટે સચિવને બોલાવી સૂચના આપી દીધી છે જેથી કરીને મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ. એકાઉન્ટ  રાજકોટ જિલ્લામાંથી મોરબી જિલ્લામાં તબદીલ થવાનું કામ ઝડપથી થાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી




Latest News