મોરબી: શિક્ષકોના ૧૧૧ પ્રશ્નો શિક્ષણમંત્રી સમક્ષ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘએ રજૂ કર્યા
મોરબી જિલ્લામાં આઈ ખેડૂત પોર્ટલ પર ૩૦મી સુધી કરી શકાશે અરજી
SHARE









મોરબી જિલ્લામાં આઈ ખેડૂત પોર્ટલ પર ૩૦મી સુધી કરી શકાશે અરજી
મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીની સહાય ઘટકમાં સરકારના બાગાયત ખાતા દ્વ્રારા નિયમોનુસાર ખારેક ફળપાકનુ ટીસ્યુકલ્ચર રોપા દ્વારા નવુ વાવેતર પોતાની માલીકીની જમીનમાં વર્ષ ૨૦૨૧-૨૨ માં કરેલ હોય તેને માટે નોર્મસ પ્રમાણે પ્લાટીંગ મટીરિયલમા નાના, મોટા અને અન્ય ખેડૂતોને થયેલ ખર્ચના ૫૦% અથવા મહતમ રૂ.૧,૨૫૦/- પ્રતિ રોપા (પ્લાટીંગ મટીરિયલ) તેમજ મહતમ રૂપિયા ૧,૫૬,૨૫૦/- પ્રતિ હેકટરની મર્યાદામા મહતમ ૧.૦૦ હે. સુધી સહાય આપવામાં આવશે.
આ માટે જિલ્લાના બાગાયતી ખેડૂતોએ તા.૩૦/૦૯/૨૦૨૧ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:-૨૩ ઉપર અરજી કરી શકાશે. અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલો, વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા, વધુ વિગતો માટે ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.
