રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં શ્રમયોગીની સાઇટ ઉપર જઈને સારવાર કરતાં આરોગ્ય સંજીવની-ધનવંતરી રથ


SHARE









મોરબી જીલ્લામાં શ્રમયોગીની સાઇટ ઉપર જઈને સારવાર કરતાં આરોગ્ય સંજીવની-ધનવંતરી રથ

મોરબી જિલ્લામાં છેલ્લા બે માસમાં આંખનો ચેપી રોગ કન્જક્ટિવાઈટિસ કેસમાં સતત ચિંતાજનક વધારો થયો હતો. ત્યારે EMRI GREEN HEALTH SERVICE દ્વારા ધનવંતરી રથ અને શ્રમયોગી આરોગ્ય સંજીવની (MHU) છેલ્લા બે મહિનામાં દર્દીઓને શોધીને મફત નિદાન કરીને ફ્રી દવા વિતરણ કરી છે ત્યારે મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં ૧ અને મોરબી જિલ્લામાં ૨ શ્રમયોગી આરોગ્ય સંજીવની અને ૧ ધનવંતરી આરોગ્ય રથ કાર્યરત છે મોરબી જિલ્લામાં ધનવંતરી રથ કન્સ્ટ્રક્શન સાઇટ કડિયા નાકા તેમજ શ્રમિક વસાહતો શ્રમિકો સુધી પહોંચી નિ:શુલ્ક દવા આપવામાં આવે છે ધનવંતરી રથમાં LAB ની પણ સુવિધા ઉપલબ્ધ છે જેમાં બ્લડ સુગર, મેલેરિયા રીપોર્ટ, લોહીનો રીપોર્ટ વગેરે રિપોર્ટ નિ:શુલ્ક કરવામાં આવે છે અને શ્રમયોગી આરોગ્ય સંજીવની દ્વારા સીરામીક (કારખાનામાં) જઈને મજૂરોને ફ્રી માં દવા વિતરણ તેમજ રિપોર્ટ કરવામાં આવે છે જૂન મહિનામાં ૧૭૦, જુલાઈ મહિનામાં ૫૬૮ આંખના દર્દીની  તપાસ અને મફત દવા આપવામાં આવે છે




Latest News