મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડિચ હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં શકીલ સાથે કેમ ફરે છે કહીને માર્કેટ ચોકમાં યુવાન ઉપર છરી વડે ચાર શખ્સોનો જીવલેણ હુમલો


SHARE









મોરબીમાં શકીલ સાથે કેમ ફરે છે કહીને માર્કેટ ચોકમાં યુવાન ઉપર છરી વડે ચાર શખ્સોનો જીવલેણ હુમલો

મોરબીમાં શાક મર્કેટ ચોક પાસે ઉભેલા યુવાન પાસે બે શખ્સો બાઈક લઈને આવ્યા હતા અને “તું શકીલ સાથે કેમ ફરે છે” તેવું કહીને તેની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો ત્યારબાદ આરોપીઓની પાસે રહેલ છરી વડે યુવાનને  આંખ પાસે અને હાથના કાંડા ઉપર ઇજા કરી હતી અને ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાઘપરા શેરી નં-૩ માં રહેતા દીપકભાઈ રાજુભાઈ બુધ્ધદેવ જાતે લોહાણા (૨૮)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કિશન પટેલ, યશ પટેલ અને યશ પટેલનો ભાઈ રહે. ત્રણેય મોચી ચોક મોરબી તથા શાહનવાજ કાસમણી રહે. ખાટકીવાસ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે, મોરબીના શાકમાર્કેટ ચોક પાસે તે અને તેનો મિત્ર કાલુસિંગ પ્રભુસિંગ રાવત બંને ઊભા હતા ત્યારે યશ પટેલ અને શાહનવાજ કાસમણી બાઇક લઈને તેની પાસે આવ્યા હતા અને “તું શકીલ સાથે કેમ ફરે છે” તેવું કહીને તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેને ગાળો આપી હતી અને કિશન પટેલે તેની પાસે રહેલ છરી વડે ફરિયાદી યુવાનને ડાબી આંખ પાસે ઘા મારીને ઈજા કરી હતી અને યશ પટેલે તેની પાસે રહેલ છરી વડે ફરિયાદી યુવાનને ડાબા હાથના કાંડામાં ઈજા કરી હતી તેમજ યશ પટેલના ભાઈએ તથા કિશન પટેલે તેને માર માર્યો હતો અને ધક્કો મારતા ત્યાં પડેલા ટ્રક સાથે તેનું મોઢું અથડાતા તેને પાંચ દાંતમાં ઈજા થઈ હતી આમ ચારેય શખ્સોએ ફરિયાદી તથા સાહેદને ગાળો આપીને ફરિયાદી યુવાનને "આજે તો બચી ગયો પણ શકીલ સાથે ફરીશ તો જાનથી મારી નાખીશું એવી ધમકી આપી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબી સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને આંખ પાસે અને હાથ ઉપર ટાંકા આવ્યા હતા અને તેના મિત્રને પણ ઇજા થઈ હતી જેથી કરીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યુવાને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ પી.એસ.આઇ. સી.એમ કરકર ચલાવી રહ્યા છે




Latest News