મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

સેકન્ડ હેન્ડ કાર લેતા સાવધાન: મોરબી-જુનાગઢના યુવાનોની સાથે ૮.૯૦ લાખની છેતરપિંડી


SHARE









સેકન્ડ હેન્ડ કાર લેતા સાવધાન: મોરબી-જુનાગઢના યુવાનોની સાથે ૮.૯૦ લાખની છેતરપિંડી

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શક્તિ ટાઉનશિપ સામે રહેતા યુવાન તેમજ જૂનાગઢના એક વ્યક્તિને સેકન્ડ હેન્ડ કાર આપવાનું કહીને વિશ્વાસઘાત કરવામાં આવેલ છે અને આંગડિયામાં ૮.૯૦ લાખ મંગાવી લઈને ગાડી ન આપીને છેતરપિંડી કરેલ છે જેથી મહેસાણા જિલ્લાના વિસનગરના એક શખ્સની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામે આવેલ શક્તિ ટાઉનશીપ સામે અમુલ-બી ફ્લેટ નં૬૦૨ માં રહેતા અને કાર લે વેચનું કામ કરતા હિરેનભાઈ શાંતિલાલ ચૌહાણ જાતે કડિયા (૪૭)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પિયુષભાઈ મહેશભાઈ પટેલ રહે. મારુતિનંદન બંગલો કાંસા એન.એ વિસનગર જિલ્લો મહેસાણા વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીએ ફરિયાદીને બલેનો કાર આપવાનું કહીને ૩.૯૫ હજાર રૂપિયા પીએમ આંગડિયા મારફતે મંગાવ્યા હતા અને ત્યારબાદ તેને કાર ન આપીને વિશ્વાસઘાત કરેલ છે આવી જ રીતે જૂનાગઢના રહેવાસી દિવ્યાંગભાઈ વિનોદભાઈ ચુડાસમાને મારુતિ સ્વિફ્ટ કાર આપવાનું કહીને તેની પાસેથી ૪.૯૫ લાખ રૂપિયા પીએમ આંગડિયામાં મંગાવ્યા હતા આમ કુલ મળીને બે વ્યક્તિ પાસેથી ૮.૯૦ લાખ મંગાવ્યા બાદ કાર આપેલ નથી અને વિશ્વાસઘાત કરેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News