મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હળવદના ભવાનીનગર-વાંકાનેરના ધમલપર-૨માં જુગારની રેડ: ૭ જુગારી પકડાયા


SHARE









હળવદના ભવાનીનગર-વાંકાનેરના ધમલપર-૨માં જુગારની રેડ: ૭ જુગારી પકડાયા

હળવદ શહેરમાં ભવાનીનગર ઢોરો પાસે હુસેની ચોક અને વાંકાનેર તાલુકાના ધમલપર-૨ ગામે રામદેવપીરના મંદિર પાસે સ્થાનિક પોલીસે જુગારી બે જુદીજુદી રેડ કરી હતી ત્યારે ત્યાથી ૭ શખ્સો ૧૯૬૧૦ ની રોકડ સાથે પકડાયા હતા જેથી પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી

હળવદ જુગાર

હળવદ શહેરમાં ભવાનીનગર ઢોરો પાસે હુસેની ચોક નજીક લાલુભા દરબારના ઘર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે લાલુભા દિપુભા દરબાર, સવચંદ ચરણદાસ તરખાણ, હસમુખભાઈ ચંદુભાઈ પરમાર અને સાકીરભાઈ મહેરાદશાહ દિવાન જુગાર રમતા મળી આવ્યા હતા માટે પોલીસે તેઓની પાસેથી ૬૧૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેર જુગાર

વાંકાનેર તાલુકાના ધમલપર-૨ ગામે રામદેવપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યા રેડ કરી હતી ત્યારે રાજેશભાઈ વાલજીભાઇ જીંજરીયા, જગદીશભાઈ રૂપાભાઇ વિરસોડીયા અને અજયભાઈ રમેશભાઈ માંસુરિયા જુગાર રમતા મળી આવ્યા હતા માટે પોલીસે તેઓની પાસેથી ૧૩,૫૧૦ રૂપિયાની રોકડ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી




Latest News