મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પરણીતા સાથે પ્રેમસબંધ હોય યુવાનને મહિલાના પતિ સહિત ચાર શખ્સોએ માર માર્યો


SHARE







વાંકાનેરમાં પરણીતા સાથે પ્રેમસબંધ હોય યુવાનને મહિલાના પતિ સહિત ચાર શખ્સોએ માર માર્યો

વાંકાનેરમાં રહેતા યુવાનને પરણીતા સાથે પ્રેમ સંબંધ હતો જેથી તે પરણીતાના પતિ સહિતના ચાર વ્યક્તિઓ દ્વારા તેને અમરસર ફાટક પહેલા દૂધની ડેરી સામે બોલાચાલી કરીને લાકડાના ધોકા, બેલ્ટ અને અને ચપ્પલ વડે માર મારીને ઇજા કરવામાં આવી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ તે યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ વાંકાનેરમાં આરોગ્ય નગર પાસે આવેલ વેલનાથ પરાના રહેવાસી અને હાલમાં કેરાળા ગામે રહેતા રફીકભાઈ ઈબ્રાહીમભાઇ શેખ જાતે ફકીર (૩૬) એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જમીનભાઈ રહે. રાજકોટ, ભાવેશભાઈ પ્રજાપતિ રહે. જીનપરા વાંકાનેર તથા તેની સાથે આવેલા અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ અમરસરને ફાટક પહેલા આવતી દૂધની ડેરી સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીઓ દ્વારા તેના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને પગે તથા શરીરે આડેધડ લાકડાના ધોકા મારવામાં આવ્યા હતા તેમજ કમરે બાંધવાનો બેલ્ટ અને ચપ્પલ વડે તેને મોઢા અને ગાલ ઉપર પણ માર મારવામાં આવ્યો હતો. જેથી કરીને યુવાનને ઇજા થઇ હોવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ જણાવ્યા મુજબ ભાવેશભાઈ પ્રજાપતિના પત્ની સાથે તેને પ્રેમ સંબંધ હોય જે બાબતનો ખાર રાખીને આરોપીઓ દ્વારા તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ ગણેશનગરમાં રહેતા સોનલબેન છોટુભાઈ ભરવાડ (૨૫) નામની મહિલાને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ મહિલાને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મહિલાના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા






Latest News