હળવદના નવા માલણીયાદ ગામે બોલાચાલી બાદ દાતરડાનો ઘા ઝીકિને આધેડે કરી નાખી પત્નીની હત્યા મોરબીમાં કોરોના સમયે સિરામિક ઉદ્યોગપતિએ લીધેલ સારવારનો ૭.૯૬ લાખનો વીમો વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ ટંકારાના સાવડી ગામે પંચાયતના બે જર્જરિત કવાર્ટર વરસાદમાં ધરાશાય મોરબીમાં નવકાર કોમ્પ્યુટર એકેડેમી ખાતે વિદ્યાર્થીઓ-પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના ઊંચી માંડલ પાસે રજડતા શ્વાને બચકાં ભરી લેતા 7 વર્ષનો બાળક સારવારમાં મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે સર્વિસ રોડના ખાડા જીવલેણ સાબિત થાય તે પહેલા બુરવા માટે સ્થાનિકોની માંગ મોરબી જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ ૬ સ્થળોએ આકસ્મિક રેઇડ: ૫ તરુણ શ્રમિકોને મુક્ત કરાવાયા મોરબીના કૃષિવ ને મળ્યું નવજીવન: રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ માસૂમ બાળકની હૃદયની બિમારીનું નિઃશુલ્ક સફળ ઓપરેશન
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસર પાસે બાઇક રોડ સાઇડમાં માઈલ સ્ટોન સાથે અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE







વાંકાનેરના અમરસર પાસે બાઇક રોડ સાઇડમાં માઈલ સ્ટોન સાથે અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

વાંકાનેરથી મીતાણા તરફ જતા રોડ ઉપર અમરસર ગામ પાસે તળાવ નજીકથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક રોડ સાઈડમાં નીચે ઉતરી જતા ત્યાં રાખવામાં આવેલ માઇલ સ્ટોન સાથે બાઈક આથડયું હતું જેથી યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને યુવાનને રાજકોટ સારવારમાં લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું છે જેથી આ બનાવ સંદર્ભે મૃતકના પિતા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી ગુમાનભાઈ હમરાજભાઈ ભુરીયા જાતે આદિવાસી (૫૫)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તેના મૃતક દિકરા વિનેશભાઈ ઉર્ફે વિનુભાઈ ગુમાનભાઈ ભુરીયા (૨૮) રહે. હાલ છતર કેશુભાઈ ભીમાણીની વાડીએ મૂળ રહે એમપી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, વાંકાનેર તરફથી મીતાણા તરફ જતા રસ્તા ઉપરથી અમરસર ગામ પાસે તળાવ નજીકથી તેનો દીકરો બાઈક નંબર જીજે ૨૩ ડીસી ૫૩૬૯ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઈક રોડ સાઈડમાં નીચે ઉતરી જતા ત્યાં મૂકવામાં આવેલ કિલોમીટર દર્શાવવા માટેના માઇલ સ્ટોન પથ્થર સાથે બાઈક અથડાયું હતું જેથી યુવાન નીચે પટકાતા તેને માથા અને શરીરે ગંભીર ઈજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું છે આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

મચ્છર મારવાની દવા પીધી

મોરબી તાલુકાના ઉંચી માંડલ અને તળાવિયા સનાળા ગામ વચ્ચે આવેલ રોલ્ઝા ગ્રેનાઈટો સિરામિક કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો સુરેન્દ્રભાઈ મહાનતા (૨૧) નામનો યુવાન ત્યાં લેબર ક્વાર્ટરમાં મચ્છર મારવાની દવા કોઈ કારણોસર પી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખડિયા ચલાવી રહ્યા છે






Latest News