મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીમાં જુના બસ સ્ટેશનના પાર્કિંગમાંથી બાઈકની ઉઠાંતરી: આલાપ રોડે દારૂ સાથે એક પકડાયો


SHARE













મોરબીમાં જુના બસ સ્ટેશનના પાર્કિંગમાંથી બાઈકની ઉઠાંતરી: આલાપ રોડે દારૂ સાથે એક પકડાયો

મોરબીની કંસારા શેરીમાં રહેતા યુવાને મોરબીના જુના બસ સ્ટેશનમાં આવેલ વાહન પાર્કિંગમાં પોતાનું બાઈક પાક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ૨૦,૦૦૦ ની કિંમતના બાઈકની ચોરીની ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીની કંસારા શેરીમાં રહેતા સિદ્ધાર્થભાઈ રાકેશભાઈ મહેતા જાતે વાણીયા (૨૮) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ અજાણ્યા શખ્સની સામે નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના જુના બસ સ્ટેશનમાં આવેલ વાહન પાર્કિંગમાં તેમણે પોતાનું બાઈક નંબર જીજે ૩ એફએન ૯૭૯૩ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી છે જેથી કરીને ૨૦,૦૦૦ ની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ પટેલ નગર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે વિપુલભાઈ દલીચંદભાઈ વરમોરા જાતે પટેલ (૪૨) રહે. આલાપ રોડ પટેલ નગર પટેલ રેસીડેન્સી- સી-૧ મોરબી વાળાની ૩૦૦ ની કિંમતની દારૂની બોટલ સાથે ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી મોરબીના રવાપર ખાતે રહેતા મુન્નાભાઈ નામના શખ્સનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News