મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબી સબજેલ ખાતે કેદીવાન ભાઈઓને બહેનો દ્વારા રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધવામાં આવી


SHARE













મોરબી સબજેલ ખાતે કેદીવાન ભાઈઓને બહેનો દ્વારા રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધવામાં આવી

રક્ષાબંધનના પવિત્ર દિવસની આજે દરેક જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે અને બહેનો તેના ભાઈને રક્ષા કવચ એટલે કે “રાખડી” બાંધી રહી છે ત્યારે મોરબી સબ જેલની અંદર રહેલા કેદીઓને પણ તેની બહેનનો રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને જેલ પ્રશાસન દ્વારા રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેનો તેના ભાઈને રાખડી બાંધે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર દેશની અંદર આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના જેલ રોડ ઉપર આવેલ સબ જેલ ખાતે બંધ રહેલા કેદી ભાઈઓને પણ તેઓની બહેનો રક્ષાબંધનના દિવસે રાખડી બાંધી શકે તે માટે થઈને જેલ પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી અને મોરબીની સબ જેલની અંદર બંધ રહેલા કેદી ભાઈઓને તેઓની બહેનો રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી શકે તે માટે મોરબી સબ જેલના અધિક્ષક ડી.એમ.ગોહિલ અને જેલર એમ.પી.ચાવડાની સુચના મુજબ સ્થાનિક કર્મચારીઓ દ્વારા રાખડી બાંધવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને આ જેલની અંદર બંધ રહેલા ૩૦૦ જેટલા કેદી ભાઈઓમાંથી લગભગ ૫૦ ટકાથી વધુ કેદીઓની બહેનો જેલ ખાતે આવી હતી અને ત્યાં આવીને પોતાના ભાઈને રક્ષા કવચ એટલે કે રાખડી બાંધી હતી અને તેની લાંબી ઉમર માટે પ્રાર્થના અને દુઆઑ કરી હતી.






Latest News