મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબી વિહિપ-દુર્ગાવાહિની દ્વારા ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરાઇ


SHARE













મોરબી વિહિપ-દુર્ગાવાહિની દ્વારા ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરાઇ

મોરબી વિશ્વ હિંદુ પરિષદ અને દુર્ગાવાહિની દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવારની હર્ષલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભારતીય સમાજમાં પ્રેમ અને સુરક્ષાની ભાવના દ્રઢ કરવા માટે  અનોખો ઉત્સવ એટલે રક્ષાબંધન. પરંપરા મુજબ દુર્ગાવાહીનીના બહેનો દ્વારા  સફાઈ કામદાર, ગૌ સેવા કેન્દ્ર, પોલીસ જવાનો, નગર પાલિકાના કર્મચારીઓ, બેંકના કર્મચારીઓ, ડૉક્ટરઓ, મનોવિકલાંગ ભાઈઓ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અધિકારી વિહિપ તથા બજરંગદળના અધિકારી તથા કાર્યકર્તા બંધુઓ તથા સંતો મહંતો અને તેમજ અલગ અલગ ૧૭ સ્થાન પર  ભાઈઓને રક્ષા સૂત્રના તાંતણે બાંધી તેઓના દીર્ઘાયુ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે ભારત માતાની સેવા કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દુર્ગાવાહિનીના ૧૬  બહેનો ઉપસ્થિત રહ્યા હતા






Latest News