મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા શિક્ષણ પુરસ્કાર સમિતિ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE













મોરબીમાં સતવારા શિક્ષણ પુરસ્કાર સમિતિ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબી સતવારા જ્ઞાતિ સંચાલિત શિક્ષણ પુરસ્કાર સમિતિ દ્વારા સતવારા નવગામ જ્ઞાતિના વર્ષ -૨૦૨૩ માં ધો. ૯ થી કોલેજ સુધીમાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવેલ તેમજ ઉચ્ચ શિક્ષણ મેળવેલ – ૬૪ વિદ્યાર્થી ભાઈ-બહેનોનો સન્માન સમારંભ સતવારા જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઇ કંઝારિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો

આ પ્રસંગે શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં જિલ્લામાં પ્રથમ નંબર મેળવનાર જાદવ જીગ્નેશ કાનજીભાઈનું વિશિષ્ટ સન્માન સાલ ઓઢાડી જ્ઞાતિના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આઈ.ટી.આઈ. ની શિષ્યવૃત્તિ ફંડમાં રૂપિયા ૫૦૦૦ આપતા પારસભાઈ દિનેશભાઈ જાદવ, શિક્ષણ પુરસ્કાર સમિતિમાં  વધારાના ૧૧,૧૧૧ રૂપિયા મનજીભાઈ પીતાંબરભાઈ આચાર્યએ આપતા બંને દાતાઓનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ જ્ઞાતિના ૬૪ તારલાઓને શિલ્ડ, પ્રમાણપત્ર, સર્ટિ ફાઇલ, પેડસ્ટેપલર, પુસ્તકો, બોલપેન વગેરે વસ્તુઓ દાતાઓ અને પ્રમુખના હસ્તે આપીને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમના અને જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઇ એમ. કંઝારિયાએ જ્ઞાતિની જુદી જુદી સંસ્થાઓ સમાજને મદદરૂપ બનવા જુદી જુદી પ્રવૃત્તિ કરી રહી છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો તેમજ ઇલેક્ટ્રોનિક્સ, નેટસોશિયલ મીડિયાનો અભ્યાસમાં ઉપયોગ કરી, સ્પર્ધાત્મક પરીક્ષાઓની  તૈયારીઓમાં વિદ્યાર્થી ભાઈ-બહેનોને ઉપયોગ કરવા તેમજ અત્યારથી જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા લાગી જવું જોઈએ તેવી ટકોર કરી હતી આ કાર્યક્રમમાં સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડિયલ, મોરબી સતવારા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાઘવજીભાઈ કંઝારિયા, મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ મહેશભાઈ પરમાર, મોરબી સતવારા મંડળના પ્રમુખ હરિનભાઈ પરમાર, સતવારા મહિલા પ્રગતિ મંડળના પ્રમુખ કિરણબેન જાદવ, વાઘપરા સતતવારા જ્ઞાતિના પ્રમુખ ભુદરભાઈ જાદવ તેમજ દાતાઓના પ્રતિનિધિ જીવરાજભાઈ પરમાર, મનજીભાઈ આચાર્ય ,હરિનભાઈ પરમાર,મકનભાઈ ડાભી, હસમુખભાઈ પરમાર ,રેખાબેન પરમાર વગેરે હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષણ પુરસ્કાર સમિતિના સભ્ય મહાદેવભાઇ ડાભી, ગોવિંદભાઈ હડિયલ, તરુણભાઈ પરમાર, દેવજીભાઈ ચાવડા, ધીરુભાઈ પરમાર, હરિભાઈ કંઝારિયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી 






Latest News