મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્યએ નર્મદાની કેનલે કરેલ પેટ્રોલીંગમાં ધડાકો: ૨૦૦થી વધુ બકનળી-૧૫ થી વધુ ગેઇટ ખુલ્લા !


SHARE













મોરબીના ધારાસભ્યએ નર્મદાની કેનલે કરેલ પેટ્રોલીંગમાં ધડાકો: ૨૦૦થી વધુ બકનળી-૧૫ થી વધુ ગેઇટ ખુલ્લા !

મોરબી જીલ્લામાં નર્મદની ત્રણ કેનાલ આવે છે જો કે, છેવાડાના કમાન્ડ વિસ્તાર સુધી પાણી આવતું જ નથી જેથી કરીને મોરબી માળીયાના ધારાસભ્ય દ્વારા નર્મદની કેનાલ ઉપર અધિકારી અને પોલીસને સાથે રાખીને પાણી  ચોરીને રોકવા માટે પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું ત્યારે કેનાલમાથી પાણી ચોરી કરવા માટે માલવણથી હળવદ સુધીમાં ૧૫ થી વધુ ગેઇટને ખોલી નાખવામાં આવેલ જોવા મળ્યા હતા તેમજ એક કે બે નહીં પરંતુ ૨૦૦ જેટલી બકનળી જોવા મળી હતી જેથી કરીને નર્મદાનાં અધિકારીને પાણીની ચોરી કરનારાઓની સામે ફરિયાદો નોંધવા માટે ધારાસભ્યએ કહ્યું છે

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને માળીયા મિયાણા તાલુકાના છેવાડાના ગામના ખેડૂત આગેવાનો દ્વારા નર્મદા કેનાલમાં છેવાડાના કમાન્ડ વિસ્તાર સુધી પાણી આવતું ન હોવાથી પાણીનો ચોરી કે પછી પાણીનો બગાડ કયા થાય છે તે જોવા માટે કેનાલ ઉપર પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું ત્યારે નર્મદા નિગમના અધિકારી, પોલીસ સહિતનાઓ પણ સાથે હતા ત્યારે ઢાંકીથી માલવણ થઈને માળીયા તરફ આવતી નર્મદા બ્રાન્ચ કેનાલમાં પાણી તો પૂરતા પ્રમાણમા આપવામાં આવે છે તો પછી છેલ્લે કેમ પાણી આવતી નથી તે ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ઉપરવાસમાં બેફામ પાણી ચોરી અને પાણીનો બગાડ થતો હોવાનું સામે આવ્યું હતું ત્યારે ધારાસભ્યએ સિંચાઈની જરૂરત છે ત્યાં પાણી આવતુ નથી અને પાણીનો બગાડ કરવામાં આવે છે તે યોગ્યાં નથી એન સ્થાનિક ખેડૂતોના કહેવા મુજબ નર્મદાનાં અધિકારીઓની મિલીભગ્ત છે એટલા જ માટે આ ગેઇટ ખૂલી જાય છે અને બકનળીથી પાણી ખેચવામાં આવે છે અને માળીયાના ખેડૂતોને પાણી મળી રહ્યું નથી જેથી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ બેફામ પાણી ચોરી અને પાણીનો બગાડ કરનારાઓની સામે ગુના નોંધવા માટે જવાબદાર અધિકારીને સૂચના આપી હતી અત્રે ઉલેખનીય છે કેનર્મદા કેનાલ ઉપર પેટ્રોલીંગ દરમ્યાન ૨૦૦ થી વધૂ બકનળી અને ૧૫ જેટલા ગેઇટ ખુલ્લા જોવા મળ્યા હતા અને કેનાલમાં નીચેથી બોર કરીને પાણીનું બેફામ ચોરી કરવામાં આવી રહી છે વધુમાં ધારાસભ્યએ નર્મદાનાં અધિકારી  અને કોન્ટ્રાકટર ઉપર રૂપિયા લેતા હોવાની આક્ષેપ કરેલ છે અને માળીયા સુધી પાણી ગમે તેમ કરીને પહોચડવા માટે અધિકારીને આકરા શબ્દોમાં કહી દીધું છે






Latest News