મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અઢી વર્ષમાં દરરોજના ૩૧.૮૬ લાખ મંજૂર !: તો પણ રસ્તાઓની સ્થિતિ ચંદ્રયાને મોકલાવેલ તસવીરો સમાન


SHARE













મોરબી જીલ્લામાં અઢી વર્ષમાં દરરોજના ૩૧.૮૬ લાખ મંજૂર !: તો પણ રસ્તાઓની સ્થિતિ ચંદ્રયાને મોકલાવેલ તસવીરો સમાન

મોરબી જીલ્લામાં લોકોને સારા રોડ રસ્તા મળી રહે તેના માટે સરકાર દ્વારા લાખો નહીં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે જો કે, વાસ્તવિક રીતે અહીના રોડ કેવા છે તે સહુ કોઈ જાણે છે અને આવા રોડ કેમ છે તે પણ લોકો સારી રીતે જાણે છે ત્યારે જિલ્લા પંચાયતમાં પ્રમુખ સહિતના તમામ ચેરમેનોની અઢી વર્ષની ટર્મ પૂરી થવામાં છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા જે આંકડાકીય માહિતી આપવામાં આવેલ છે તેમાં કહ્યું છે તે મુજબ જોવા જઈએ તો છેલ્લા અઢી વર્ષમાં રોજના સરેરાશ ૩૧.૮૬ લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે તો પણ આજની તારીખે મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તાની હાલત અઢી વર્ષ પહેલા હતી તેવી જ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી

મોરબી જિલ્લા પંચાયતના આગામી પ્રમુખ માટેનું રોટેશન સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે અને આગામી લગભગ ૧૭ તારીખ વર્તમાન પ્રમુખ અને ચેરમેનોની અઢી વર્ષની ટર્મ પૂરી થઈ રહી છે ત્યારે મોરબી જિલ્લા પંચાયત કચેરીમાં બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા પૂર્વ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા સહિતનાઓની હાજરીમાં પત્રકાર પરિષદ રાખવામા આવી હતી જેમાં જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેને જણાવ્યાનુસાર છેલ્લા અઢી વર્ષમાં કુલ ૨૯૦.૬૨ કરોડના કામ મંજૂર થયા છે જે બદલ તેને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો

જો કે, આ બેઠકમાં ચેરમેને આપેલ આંકડાકીય માહિતી ઉપર જો નજર કરીએ તો તેના કહેવા મુજબ અઢી વર્ષમાં એટલે કે ૯૧૦ દિવસમાં સરકારે કુલ મળીને ૨૯૦.૬૨ કરોડના કામ મજૂર કરેલ છે જેનો સીધો મતલબ એવો થાય કે સરકારે લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે મોરબી જીલ્લામાં દરરોજના સરેરાશ રૂપિયા ૩૧.૮૬ લાખ મજૂર કરેલ છે જો કે, અહીની નબળી નેતાગીરી અને અન્ય ઘણા બધા કારણોના લીધે આજની તારીખે મોરબીમાં એક પણ રસ્તા માટે કોઈ ગર્વ લઈ શકે તેમ નથી તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશક્યોકતી નથી અને જની તારીખે મોરબીના ગામડાઓને જોડતા રોડ રસ્તાની સ્થિતિ કેવી દયનીય છે તે સર્વવિદિત છે અને ઓધ્યોગિક વિસ્તારને બાદ કરતાં ઘણા ગામડાઓના રસ્તા બિલકુલ ચંદ્રયાને ચાંદ ઉપરથી થોડા દિવસો પહેલા મોકલાવેલ તસવીરો જેવા જ છે તે હકકીત છે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે






Latest News