મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

જો સાળંગપુર મંદિરમાંથી વિવાદિત ચિત્રો-મૂર્તિઓ હટાવશે નહીં તો સાધુઓ મેદાને ઉતરશે: ભાવેશ્વરી માતાજી


SHARE













જો સાળંગપુર મંદિરમાંથી વિવાદિત ચિત્રો-મૂર્તિઓ હટાવશે નહીં તો સાધુઓ મેદાને ઉતરશે: ભાવેશ્વરી માતાજી

હાલમાં સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવવામાં આવ્યા છે તેવી જે પ્રતિમાઓ મૂકવામાં આવેલ છે તેને લઈને વિવાદ થયો છે ત્યારે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજીએ આક્રોશ સાથે કહ્યું હતું કે, “હનુમાનજી મહારાજ સૌના દાદા છે તે કોઈના દાસ નથી

બોટાદના સાળંગપુર ખાતે હનુમાનજીની વિશાળ પ્રતિમા મૂકવામાં આવી છે અને તેની સાથે મૂકવામાં આવેલ પ્રતિમાઓમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવવામાં આવ્યા છે જેને લઈને હાલમાં મોટો વિવાદ થયેલ છે અને ગામોગામ આ મુદો ચર્ચાનો વિષય બનેલ છે ત્યારે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજીએ આકરા શબ્દોમાં કહ્યું હતું કે, “આ સંતોની માનસિકતા નીચી છે કદાચ સહજાનંદ સ્વામીએ પણ આવો વિચાર નહીં કર્યો હોય કેમ કે, વારંવાર શિવ-શક્તિકૃષ્ણ અને હનુમાનજીનું અપમાન કરવામાં આવે છે. ત્યારે હિંદુ થઈને હિંદુના દેવી-દેવતાનું અપમાન હવે સહન નહીં થાય. કેમકે હનુમાનજી સહુના દાદા છે તે કોઈના દાસ નહીં. તે દાસ માત્ર રામના છે. જેથી કરીને વહેલી તકે તમામ ચિત્રો અને મૂર્તિઓ હટાવી લેવા માંગ કરી છે અને જો આમ નહીં થાય તો મોરબી સાધુ સમાજ અને અન્ય સમાજ મેદાને ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી






Latest News