મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામ પાસે ટ્રેક્ટર પલ્ટી મારી જતા દબાઈ જવાથી યુવાનનું મોત


SHARE













મોરબીના રંગપર ગામ પાસે ટ્રેક્ટર પલ્ટી મારી જતા દબાઈ જવાથી યુવાનનું મોત

મોરબી તાલુકાના રંગપર ગામે રંગપરથી જીવાપર જતા રસ્તે સિમ વિસ્તારમાં આવેલ વાડીએ અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ટ્રેક્ટર પલ્ટી મારી જતા ટ્રેક્ટર હેઠળ દબાઈ જવાથી આદિવાસી યુવાનનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના રંગપર ગામે સીમ વિસ્તારમાં રંગપરથી જીવાપર જતા રસ્તે આવેલ વાડી વિસ્તારમાં અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં તા.૩૧-૮ ના સવારના નવેક વાગ્યાના અરસામાં ટ્રેક્ટર પલ્ટી મારી જવાના બનેલ બનાવમાં ટ્રેક્ટર હેઠળ દબાઈ જવાથી પંકજભાઈ તોલિયાભાઈ ખામળીયા જાતે આદિવાસી (ઉમર ૨૬) રહે.હાલ રંગપર વાડી વિસ્તાર નામના યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.સિવિલ હોસ્પિટલ ખાતે ડેડબોડી આવતા ફરજ ઉપરના તબીબ દ્વારા આ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર જે.બી.પરમાર દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સત્યમ પાર્ક વિસ્તારમાં રહેતા તૌફિકભાઈ રફિકભાઈ મોગણ નામના ૨૮ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.જે બાબતે બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે તૌફીકભાઇ બપોરના એકાદ વાગ્યાના અરસામાં તેનું બાઈક લઈને જતા હતા ત્યારે મોરબી તાલુકાના કેરાળી ગામના પાટીયા નજીક તેના બાઈક સાથે રોજડુ (જંગલી પશુ) અથડાયું હતું.તે બનાવમાં તૌફીકભાઇ વાહન સહિત નીચે પટકાતા ઇજાઓ પામતા સારવારમાં ખસેડાયા હતા.                                                                                                                                                                                

નાગડાવાસ અકસ્માત

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા નાગડાવાસ ગામ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજા થતા કુલદીપભાઈ કાનાભાઈ રાઠોડ (રહે.જુના નાગડાવાસ) નામના ૨૪ વર્ષના યુવાનને ઇજાઓ થતા સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ તે બહાર ગયો હતો અને બહારથી બાઇક લઈને પરત પોતાના ઘર તરફ જતો હતો ત્યારે રસ્તામાં ગામ નજીક તેના બાઇકને કોઈ રીક્ષા ચાલકે હળફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં ડાબા પગના ભાગે ઇજા થતાં કુલદિપભાઇને સારવારમાં લવાયો હોય હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આ બાબતે વધુ તપાસ ચલાવી રહ્યા છે.






Latest News