મોરબી જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ભોજપરા પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઇ
પ્રમાણિકતા: મોરબીમાં ઓમશાંતિ વિદ્યાલયના સ્ટાફે રોકડા છ લાખ મૂળ માલિકને પરત કર્યા
SHARE









પ્રમાણિકતા: મોરબીમાં ઓમશાંતિ વિદ્યાલયના સ્ટાફે રોકડા છ લાખ મૂળ માલિકને પરત કર્યા
કર ભલા તો હોગા ભલા વાક્યને ઈશ્વરે મહોર મારી સત્ય સાબિત કરતો કિસ્સો મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઓમ શાંતિ વિદ્યાલયમાં ગત શનિવાર તા ૨૫ ના રોજ બનેલ હતો જેમાં ઓફિસમાં સિનિયર ક્લાર્ક દવે દિવ્યેશભાઈ કૃષ્ણકાંતના ટેબલ આગળ એક થેલો પડ્યો હતો જે ખોલીને જોતાં તેમાં મોટી રકમ હતી માટે કોણ ભૂલી ગયું? તે પ્રશ્ન હતો કેમ કે, શાળાની મુલાકાતે ઘણા વાલી આવેલ હતા
જેથી સ્ટાફની સૂઝબૂઝથી મૂળ માલિક શોધી લેવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા અને કિશનભાઇ કે, જેઓ સેવાભાવી વ્યક્તિ છે અને શાળાએ એક વિદ્યાર્થિનીએ ફી ભરવા માટેના સેવાના કાર્ય માટે આવેલ હતા તેઓ ઓમશાંતિ વિદ્યાલયમાં જ રોકડ ભરેલો થેલો ભૂલી ગયા હતા પરંતુ જેમના હૃદયમાં “વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે” પંક્તિ અંકિત થયેલ હોય તેના પર ઈશ્વરની મહેર હોય તે સાબિત થયું છે અને ઓમશાંતિ વિદ્યાલયના સ્ટાફ દ્વારા તેઓનો રોકડ રકમ ભરેલો થેલો તેઓને પરત આપી દેવામાં આવેલ છે જેથી ઉપાધ્યાય કિશનભાઇ ઓમશાંતિ વિદ્યાલયના સ્ટાફ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરેલ હતી
