મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબી ક્રિકેટ એકેડમીમાંથી રેકોર્ડેડ ૧૭ ખેલાડીઓની નેશનલ સ્કુલ ગેઇમમાં પસંદગી


SHARE













મોરબી ક્રિકેટ એકેડમીમાંથી રેકોર્ડેડ ૧૭ ખેલાડીઓની નેશનલ સ્કુલ ગેઇમમાં પસંદગી

મોરબી ક્રિકેટ એકેડમી એસજીએફઆઇ ક્રિકેટ ટ્રાયલ્સમાં ચમકી છે.૨ જી સપ્ટેમ્બરના રોજ મોરબીની ગ્રીનવેલી સ્કૂલ ખાતે યોજાયેલા મોરબી જિલ્લાના ક્રિકેટ ટ્રાયલ્સમાં સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત નેશનલ સ્કૂલ ગેમ્સમાં દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ ખાતે આવેલી મોરબી ક્રિકેટ એકેડમીમાંથી રેકોર્ડેડ ૧૭ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.અંડર ૧૪ ટીમમાં મોરબી ક્રિકેટ એકેડમીમાંથી પસંદગી પામેલા ખેલાડીઓમાં અંશ ભાકર, પ્રણવ જોષી, યોગ બરાસરા, દીવ જોટાણીયા, પ્રીત સુરાણી, મનિત દોશી, રાજવીર જાડેજા અને હિલ કાલરીયાનો સમાવેશ થાય છે.તેમજ અંડર ૧૪ ગર્લ્સમાં ત્રિશલાબા જાડેજા અને અંડર ૧૭ છોકરાઓમાં જયવીરસિંહ ઝાલા, મનન ઘોડાસરા, તક્ષ લો, અભય કાલરીયા, જયદીપ રાગીયા, મુકુંદ બાલાણી અને ક્રિષ્ના ભોરણીયાની પસંદગી થયેલ છે.આ ટ્રાયલના પરિણામો જીલ્લા મેજીસ્ટ્રેટ, મોરબીની કચેરીમાંથી જાહેર કરવામાં આવ્યા હતા.પસંદગી બાદ એકેડમીના કોચ અલી અને મનદીપે તમામ ખેલાડીઓની મહેનતને શ્રેય આપ્યો હતો અને સતત આગળ વધતા રહેવાનો મંત્ર પણ આપ્યો હતો






Latest News