મોરબીના અણીયારી ટોલનાકા પાસેથી ૧૨૦ બોટલ દારૂ ભરેલ ઇકો કાર ઝડપાઇ: ડ્રાઈવર સહિત બે ફરાર
મોરબીના ભડીયાદ રોડ ઉપર નજીવી વાતે મહિલાને માર માર્યો
SHARE









મોરબીના ભડીયાદ રોડ ઉપર નજીવી વાતે મહિલાને માર માર્યો
મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલી હરિઓમ સોસાયટીમાં નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મહિલાને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો.બનાવ સંદર્ભે ઇજાગ્રત થયેલ મહિલાને સારવારમાં ખસેડાયા હતા.બાદમાં ભોગ બનેલા વાલુબેન રમેશભાઈ ધનજીભાઈ સાવરીયા નામની ૩૦ વર્ષીય મહિલાએ પોતાના દિયર શાંતિલાલ ધનજીભાઇ સાવરીયા રહે.ભળીયાદ રોડ હરિઓમ સોસાયટી મોરબી-૨ સામે સીટી બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, શાંતીભાઈના ઘરે મહેમાન આવ્યા હોય અને તે મહેમાનો ફળિયામાં વધુ પડતી અવરજવર કરતા હોય તેથી તે વાતે સામેવાળા શાંતીભાઇને તેઓ સમજાવા ગયા હતા જે વાત સારી નહીં લાગતાં શાંતિલાલ દ્વારા ઉગ્ર બોલાચાલી કરીને ગાળાગાળી કરવામાં આવી હતી અને ત્યારબાદ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી જમણા પગના ભાગે ઇજાઓ થતા વાલુબેનને સારવાર માટે ખસેડાયા હતા.હાલ વાલુબેન સાવરીયાની ફરિયાદ ઉપરથી પોલીસે શાંતિલાલ સાવરીયા વિરુદ્ધ ગુનો નોંધીને બીટ જમાદાર જે.એમ.જાડેજા આગળની તપાસ ચલાવી રહ્યા છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ પર એનસીસીના સરકારી ક્વાર્ટરના કમ્પાઉન્ડ નજીક રહેતા ચતુરભાઈ મેરૂભાઈ વરાણીયા નામના ૫૦ વર્ષિય આધેડ માળીયા ફાટક ઓવરબ્રીજ પાસેથી જતા હતા ત્યારે તેઓને અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા ડાબા પગે અને ડાબા હાથના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં ચતુરભાઈ વરાણીયાને અત્રેની આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા. મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ નજીક ફૂટપાથ ઉપર રહેતા ગણેશ બદ્રીનાથ ગુપ્તા (૩૦) અને પૂજાબેન ગણેશ ગુપ્તા (૬) નામના પિતા-પુત્રીને મારામારીમાં ઇજા થતા તેઓને સિવિલે સારવારમાં ખસેડાયા હતા.લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હોય ગણેશ બદ્રીનાથ ગુપ્તાને સારવારમાં લઈ જવાયો હતો.
બાળક સારવારમાં
મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ પાસે આવેલા સિમેરો સિરામિક નામના યુનીટના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતાં જીતેન્દ્રસિંહ ચૌહાણના દોઢ વર્ષીય બાળક કાર્તિકસિંહ (ઉમર વર્ષ દોઢ) તેમના લેબર કવાટરમાં ભૂલથી કેરોસીન પી જતા કાર્તિકસિંહને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના લખધીરપુર ગામે રહેતો મેહુલ અરજણભાઇ ભુંભરીયા નામનો ૨૪ વર્ષીય યુવાન લખધીરપુર રોડ ઉપર આવેલા એન્ટિક સિરામિક નજીક આવેલ કેનાલ પાસેથી બાઈક લઈને જતો હતો તે દરમિયાનમાં તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત મેહુલ ભુંભરીયાને આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
