હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના નજરબાગ પાસે મંદિરના ઓટલે સુવા બાબતે યુવાનને બે શખ્સોએ માર માર્યો


SHARE

















મોરબીના નજરબાગ પાસે મંદિરના ઓટલે સુવા બાબતે યુવાનને બે શખ્સોએ માર માર્યો

મોરબીના નજરબાગ પાસે આવેલ મેલડી માતાજીના મંદિરે ઓટલા ઉપર સુવા બાબતે યુવાનની સાથે બોલાચાલી થઈ હતી ત્યારબાદ બે શખ્સોએ તેને માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને તેને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગની સામે ફિલ્ટર હાઉસની બાજુમાં રહેતા મૂળ જંગી ગામના રહેવાસી રમેશભાઈ કરસનભાઈ પરમાર (ઉમર ૩૦) નજરબાગ પાસે આવેલ મેલડી માતાજીના મંદિરે ઓટલે સુવા બાબતે આરોપી રણજીત લાલજી કોળી અને લલિત કોળીએ બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેઓએ બેફામ ગાળો આપી હતી અને પછી લલિતભાઈએ રમેશભાઈને પકડી રાખ્યા હતા અને ત્યાર બાદ આરોપી રણજીતભાઈ કોળીએ તેને લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને તેઓને ડાબી આંખની બાજુમાં ટાંકા આવ્યા હતા અને મોઢા ઉપર પણ ઈજાઓ થઈ હતી માટે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હાલમાં તેને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે રણજીતભાઈ અને લલિતભાઈની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News