મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીમાં જરૂરીયાતમંદ અને ગંગા સ્વરૂપ બહેનોને પગભર કરવા સિવણ કેન્દ્રની બહેનોને સિવણ મશીન વિતરણ કરાયા


SHARE













મોરબીમાં જરૂરીયાતમંદ અને ગંગા સ્વરૂપ બહેનોને પગભર કરવા સિવણ કેન્દ્રની બહેનોને સિવણ મશીન વિતરણ કરાયા

ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સંચાલિત નાની વાવડી રોડ પર આવેલ ભગવતી પાર્ક સોસાયટીમાં ચાલતા સિવણ કેન્દ્રમાં જે બહેનોએ કોર્ષ પુરો કર્યો છે તેમને સર્ટીફીકેટ અને જરૂરીયાતમંદ તથા ગંગા સ્વરૂપ બહેનો અને દિકરીઓને

સિવણ મશીન ફ્રી માં આપવામાં આવ્યા હતા.આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા દાતા જયદીપભાઈ વાંસદડીયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્ય અતિથિઓમાં ઈન્ટરનેશનલ લાયન્સ સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા, પાસ્ટ ગવર્નર ચંદ્રકાન્તભાઈ દફતરી અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રમુખ કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી ત્રિભોવનભાઈ ફુલતરિયા, ગંગા સ્વરૂપ સહાય સમિતિના અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજા, બાલુભાઈ કડીવાર અને સેવાભાવી વિનુભાઈ ભટ્ટ તેમજ સીવણ ક્લાસમાં બહેનોને સતત પ્રેરણા આપતા શારદાબેન અને કાજલબેન આદ્રોજાની ઉપસ્થિતમાં તમામ બહેનો કે જેમણે સિવણનો કોર્ષ પુરો કર્યો હોય તેવા તમામ બહેનોને ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવ્યા અને લાભાર્થી બહેનોને સિવણ મશીન આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમની શરુઆતમાં તમામ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતુ અને સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલાએ આ કાર્યને બિરદાવીને લાયન્સ કલબ તમારી સાથે છે તેવી તેમની ભાવના વ્યક્ત કરી હતી. પાસ્ટ ગવર્નર ચંદ્રકાન્તભાઈ દફતરીએ પણ વેસ્ટમાંથી બેસ્ટ કરી સાચા અર્થમાં સાર્થક થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી.અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજાએ પણ બીજા સિવણ કેન્દ્ર ખોલોને તેમાંથી રોજગારી મળી રહે તેવું આયોજન કરવા આહવાન કર્યુ હતુ.આ સિવણ કેન્દ્રના સંચાલિકા હેતલબેન ભટ્ટ દ્વારા સિવણને લગતી માહિતી આપી આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ગંગા સ્વરૂપ સહાય સમિતિ સભ્ય અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સેક્રેટરી ત્રિભોવનભાઈ ફુલતરિયાએ કર્યું હતુ.






Latest News